હું શરદ પવારનો દીકરો નથી, તેથી મને તક ન મળી...

PC: pune.news

મહારાષ્ટ્રના DyCM અજિત પવારે ગુરુવારે કહ્યું કે, તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારના પુત્ર નથી, તેથી તેમને રાજકીય તક મળી નથી. NCP નેતા અજિત પવારે કહ્યું કે, 80 વર્ષની ઉંમર પછી નવા લોકોને તક આપવી જોઈએ. શરદ પવારના એવા નિવેદન પર કે, BJP સાથે વાતચીત થઈ હતી, પરંતુ તેમની સાથે જવા અંગે કોઈ વાતચીત થઈ ન હતી, DyCM અજિત પવારે કહ્યું કે, ઓછામાં ઓછું તેઓએ સ્વીકાર્યું ખરું કે વાતચીત થઈ હતી. DyCM અજિત પવારે એમ પણ કહ્યું કે, તેઓ વાતચીતના સાક્ષી છે. હકીકતમાં, ગયા વર્ષે જુલાઈમાં, DyCM અજિત પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અન્ય 8 ધારાસભ્યો મહારાષ્ટ્રમાં CM એકનાથ શિંદે-BJP સરકારમાં જોડાયા હતા. આ ઘટના પછી શરદ પવાર (83) દ્વારા સ્થાપિત કરાયેલી NCPમાં ભાગલા પડી ગયા હતા.

પુણે જિલ્લાના શિરુરમાં એક રેલીને સંબોધતા DyCM અજિત પવારે કહ્યું કે, મારી ઉંમર પણ 60 વર્ષથી ઉપર છે. આપણી પાસે કોઈ તક છે કે નહીં? શું આપણે ખોટું વર્તન કરીએ છીએ? તેથી જ આપણે લાગણીશીલ બની જઈએ છીએ. પવાર સાહેબ પણ અમારા ભગવાન છે અને તેમાં કોઈ શંકા નથી પણ દરેક વ્યક્તિનો પોતાનો એક સમય હોય છે. 80ની ઉંમર વટાવ્યા પછી નવા લોકોને તક આપવી જોઈએ.

DyCM અજિત પવારે કહ્યું કે, જો હું NCP (શરદ પવાર) પ્રમુખ શરદ પવારનો પુત્ર હોત તો શું મને તક ન મળી હોત? હા, મને ચોક્કસ તક મળી હોત. મને તક મળી નથી, કારણ કે હું તેમનો પુત્ર નથી. આ કેવો ન્યાય? DyCM અજિત પવાર NCPના શિરુર લોકસભા સીટના ઉમેદવાર શિવાજીરાવ અધલરાવ પાટીલ માટે પ્રચાર કરી રહ્યા હતા.

પુણે જિલ્લાનું બારામતી પવાર પરિવારનો ગઢ છે. અજિત પવારની પત્ની આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમનો મુકાબલો શરદ પવારની પુત્રી અને તેની નણંદ સુપ્રિયા સુલે સાથે છે. બારામતી બેઠક પર 7 મેના રોજ મતદાન થયું હતું. DyCM અજિત પવારે કહ્યું કે, તેમણે પુણેમાં સખત મહેનત કરી, જિલ્લા સહકારી બેંકને તેમની પાર્ટીના નિયંત્રણ હેઠળ લાવી છે.

પત્રકારો સાથે વાત કરતી વખતે, અજિત પવારે BJPના વરિષ્ઠ નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટીલ (માર્ચમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા)ના નિવેદન વિશે પણ વાત કરી, જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ અને તેમની પાર્ટીના કાર્યકરો શરદ પવારને હરાવવા માંગે છે. DyCM અજિત પવારે કહ્યું કે, તેમણે (પાટીલે) આવી ટિપ્પણી કરવી જોઈતી ન હતી. (તે નિવેદન પછી) મેં ચંદ્રકાંત દાદાને કહ્યું હતું કે, તેઓ પૂણેમાં BJPનું કામ કરે અને તેઓ (DyCM અજિત પવાર) અને તેમના પક્ષના કાર્યકરો બારામતી લોકસભા બેઠકની સંભાળ રાખશે. તેમણે આવું નિવેદન ન આપવું જોઈતું હતું. મને ખબર નથી કે તેમણે આવું શા માટે કહ્યું, પરંતુ તે પછી તેઓ ક્યારેય એક શબ્દ પણ બોલ્યા નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp