જો અદાણી-અંબાણી પૈસા આપશે તો હું તેમની વિરુદ્ધ નહીં બોલીશ...ઘેરાયા કોંગ્રેસ નેતા

PC: twitter.com

પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં વોટિંગ પહેલા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનું નિવેદન કોંગ્રેસ માટે મુસીબતનું કારણ બની ગયું છે. BJPએ ચૌધરીના નિવેદનને મુદ્દો બનાવ્યા પછી હવે ચૌધરીએ U-ટર્ન લીધો છે. ચૌધરીએ હવે પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. એક યુટ્યુબ ચેનલના પત્રકાર સાથે વાત કરતી વખતે અધીર રંજન ચૌધરીએ કેમેરામાં કહ્યું હતું કે, જો અદાણી-અંબાણી અમને પૈસા મોકલશે તો અમે ચૂપ થઈ જઈશું. અમે તેમની વિરુદ્ધ બોલીએ છીએ કારણ કે તેઓ પૈસા મોકલતા નથી. ચૌધરીએ ઈન્ટરવ્યુમાં પોતાને ગરીબ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે BPL શ્રેણીમાં આવે છે. આ નિવેદન પર વિવાદ વધ્યા પછી હવે ચૌધરી પોતાના નિવેદનથી પલટી ગયા છે.

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ તેમની ટિપ્પણી પર સ્પષ્ટતા આપતાં કહ્યું છે કે, BJP પાર્ટી જોક્સ સમજી શકતી નથી. તેમણે કહ્યું, 'લોકો કહેતા હતા કે, અદાણી-અંબાણીએ અમને ઘણા પૈસા આપ્યા છે. મેં કહ્યું કે મને ખબર નથી. ચૌધરીએ હવે કહ્યું છે કે, તેઓ પણ જાણે છે કે અદાણી અને અંબાણીને લઈને કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે. ચૌધરીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ સૌપ્રથમ 'હમ દો, હમારે દો'નું સૂત્ર આપ્યું, જો કોઈ મજાકમાં પણ બોલે તો પછી તેઓ (BJP) તેને ઉલ્ટું કરવાની કોશિશ કરે છે. BJP IT સેલના વડા અમિત માલવિયાએ શેર કર્યું કે, અધીર રંજન ચૌધરીની હરકતો રાજકીય દબાણથી વસૂલી કરતાં ઓછી નથી. તેમણે તેમના તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસની પોલ ખોલી અને તેમણે કહ્યું કે તેઓ અદાણી પર હુમલો કરવાનું બંધ કરી દેશે. અંબાણીએ જેવા કોંગ્રેસને પૈસા આપતા જ રાહુલ ગાંધીએ એક પર હુમલો કરવાનું બંધ કરી દીધું છે.

માલવિયાએ એક યુટ્યુબ ચેનલ પર વિડિયો શેર કરતા લખ્યું કે, તે TMCના મહુઆ મોઈત્રાના કૃત્ય સાથે તુલનાત્મક છે, જેણે સંસદમાં ભારતીય વ્યવસાયો પર હુમલો કરવા માટે દુબઈ સ્થિત ઉદ્યોગપતિ પાસેથી કથિત રીતે પૈસા અને મોંઘી ભેટ લીધી હતી. ચૌધરીના નિવેદન પર આ વિવાદ શરૂ થયો હતો. જ્યારે ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, તેઓ સંસદમાં ઉદ્યોગપતિઓ સામે અવાજ કેમ ઉઠાવે છે, તો તેમણે કહ્યું, 'તેઓ (પૈસા) મોકલતા નથી, તેથી અમે (તેમની વિરુદ્ધ) બોલીએ છીએ. તેઓએ તે મોકલવા જોઈએ, ત્યાર પછી તેના પર વિચાર કરીશું.' બહેરામપુરમાં 13 મેના દિવસે મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળમાં શાસક TMCએ બહેરામપુરમાં ક્રિકેટર યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp