CM કેજરીવાલ જેલમાં છે તો લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં AAPનું શું થશે?

દિલ્હીના મુખ્યમંત્રી અને આદમી પાર્ટીના સૌથી મોટા રણનીતિકાર અરવિંદ કેજરીવાલની ગુરુવારે EDએ ધરપકડ કરી હતી. ત્યારે સવાલ એ ઉભો થયો છે કે હવે લોકસભાની ચૂંટણી માટે સમય ઓછો છે એવા સંજોગોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શું થશે?

ગુજરાત વિધાનસભા 2022માં ચિત્ર જુદુ હતું. તે વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમા ત્રીજા મોર્ચા તરીકે એન્ટ્રી કરી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસના અનેક બેઠકો પર વોટ કપાયા અને કોંગ્રેસને નુકશાન થયું હતું. પરતું લોકસભાની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસે ગઠબંધન કરેલું છે એટલે આ વખતે કોંગ્રેસના વોટ નહીં કપાશે.

જો કે બીજી વાત એ છે કે ગુજરાતમાં અત્યાર સુધી સ્ટાર પ્રચારક તરીકે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયા અને સંજય સિંઘને ગુજરાતના લોકો ઓળખે છે, પરંતુ આ ત્રણેય અત્યારે જેલમાં છે. એ રીતે જોવા જઇએ તો AAPને મોટો ફટકો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp