જો ગુજરાતમાં 6થી 7 ટકા મતદાન ઓછું થશે તો ભાજપે 4 બેઠકો ગુમાવવી પડી શકે

પહેલાં અને બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન ઓછું થવાને કારણે ભાજપને ટેન્શન છે. જો ગુજરાતમાં 6થી 7 ટકા મતદાન ઓછું થશે તો 3થી 4 બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે. ભાજપે 50000 કરતા ઓછી લીડ વાળી બેઠકો પર ફોકસ વધારી દીધું છે.

વોટીંગ ઓછું થાય તો આ 4 બેઠકો પર ભાજપને ટેન્શન છે, તેમાં સુરેન્દ્ર નગરની બેઠક છે જેમાં ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપી છે જે મુળ મોરબીના છે. આ બેઠક પર ઓછું માર્જિન મળે અથવા તો બેઠક ગુમાવવી પડે. બીજી આણંદની બેઠક છે, જેમાં 5 ટકા ઓછું મતદાન થાય તો ભાજપને મુશ્કેલી ઉભી થઇ શકે છે. ત્રીજી પાટણની બેઠક છે જેમાં ગુજરાત વિધાનસભા 2022માં ભાજપ કરતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત વધારે હતા. તે વખતે બંને અલગ લડતા હતા, આ વખતે બંને ભેગા છે. ચોથી જૂનાગઢની બેઠક છે જેમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઓછા મત મળેલા. આમ તો ભરૂચની બેઠક પર પણ ભાજપને ટેન્શન છે. પ્રધાનમંત્રી મોદી 1 અને 2 ગુજરાતમાં છે તો આ બધી બેઠકો પર જ સભા કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp