લક્ષ્મી ભંડાર, મહાલક્ષ્મી સ્કીમ- આ બંગાળમાં મહિલા મતદારો માટે નેતાઓની ઘોષણાઓ છે

PC: jansatta.com

આ વખતે પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં મહિલા મતદાતાઓની ભૂમિકા ઘણી મહત્વની રહેવાની છે. આ કારણે તમામ પક્ષો તેમને આકર્ષવા માટે સ્કીમ્સ સાથે ફ્રી ગિફ્ટ પણ આપી રહ્યા છે. લક્ષ્મી ભંડાર યોજનાને લઈને તૃણમૂલ કોંગ્રેસ અને BJP વચ્ચે સ્પર્ધા છે. બીજી તરફ કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધન દ્વારા મહાલક્ષ્મી યોજનાની ઓફર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્દભવી શકે છે કે, અચાનક જ મહિલા મતદાતાઓ પર ધ્યાન કેન્દ્રિત કેમ કરવામાં આવી રહ્યું છે, તેનું કારણ શું છે?

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પશ્ચિમ બંગાળમાં 2024ની લોકસભાની મતદાર યાદીમાં દર 1,000 પુરૂષ મતદારોએ 968 મહિલા મતદારો છે. 2019 પછી મહિલાઓના મતદાનમાં વધારો થવા પામ્યો છે. કેટલીક જગ્યાએ તેમણે પુરૂષ મતદારોને પણ પાછળ છોડી દીધા હતા. રાજકીય પક્ષો હવે અડધી વસ્તી એટલે કે મહિલાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. દરેક પક્ષ પોતાના પ્રચાર દરમિયાન મફત ભેટ, ગેરંટી અને કાઉન્ટર ગેરંટી દ્વારા મહિલાઓના મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

હકીકતમાં, બંગાળમાં 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાનના આંકડાઓથી પક્ષો ચોંકી ગયા હતા. રાજ્યની 42 લોકસભા બેઠકોમાંથી 18 બેઠકો પર મહિલાઓએ વધુ મતદાન કર્યું હતું. જે રાજ્યના CM મહિલા છે તેવા રાજ્યના આવા આંકડા પ્રોત્સાહક ચિત્ર રજૂ કરે છે. ઉદાહરણ તરીકે, એકલા કૂચ બિહારમાં 82.4 ટકા પુરૂષ અને 85.3 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું. તે ચૂંટણીમાં, બંગાળની છ લોકસભા બેઠકો પર પડેલા કુલ મતોમાંથી, મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું હતું. ઉદાહરણ તરીકે, માલદા ઉત્તરમાં 6.6 લાખ પુરુષો અને 6.9 લાખ મહિલાઓએ મતદાન કર્યું હતું.

હવે વાત કરીએ 2024ની લોકસભા ચૂંટણીની. ઓછામાં ઓછા પ્રથમ ત્રણ તબક્કાના મતદાનના વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે, તે જ વલણ અત્યારે પણ ચાલુ છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, બાલુરઘાટ લોકસભા સીટ પર પુરૂષો કરતા મહિલા મતદારોએ વધુ મતદાન કર્યું છે. બંગાળ BJPના અધ્યક્ષ સુકાંત મજુમદાર અહીંથી ચૂંટણી લડ્યા છે. બાય ધ વે, ચૂંટણી પંચે હજુ લિંગના આધારે મતોની વિગતો જાહેર કરી નથી.

2021માં, CM મમતા બેનર્જીએ આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે લક્ષ્મી ભંડાર યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત દર મહિને નાણાકીય સહાય આપવામાં આવે છે. બંગાળની 2 કરોડ મહિલાઓને તેનો લાભ મળી રહ્યો છે. રાજ્યમાં કુલ મહિલા મતદારોની સંખ્યા 3.73 કરોડ છે.

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ, મમતાએ લક્ષ્મી ભંડાર ભથ્થું વધારીને સામાન્ય વર્ગ માટે રૂ. 1,000 અને SC/ST માટે રૂ. 1,200 કર્યું.

કેટલાક નિષ્ણાતો માને છે કે, મફત યોજના રાજકીય લાભ છે. BJPને MPમાં 'લાડલી બહેના' યોજનાથી ફાયદો થયો હતો, જ્યારે કોંગ્રેસે કર્ણાટકમાં તેના ચૂંટણી ઢંઢેરામાં 'પાંચ ગેરંટી'નું વચન આપ્યું હતું, જેમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી અને ઘરના દરેક મહિલા વડા માટે રૂ. 2,000નો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, 2021ની બંગાળ વિધાનસભા ચૂંટણી પછી લાગુ કરવામાં આવેલી લક્ષ્મી યોજનાની લોકસભા ચૂંટણીમાં કસોટી થશે.

બંગાળમાં BJPએ કહ્યું છે કે, તે મહિલાઓને રોજના 100 રૂપિયા આપશે. આ રીતે લક્ષ્મી ભંડાર દર મહિને 3,000 રૂપિયા થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp