2019 લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 8 રાજ્યોમાં એક પણ બેઠક જીતી નહોતી

PC: zeenews.india.com

લોકસભા 2024ની તૈયારી ચાલી રહી છે, પરંતુ વર્ષ 2019માં કોંગ્રેસની શું સ્થિતિ હતી તેની વાત કરીશું. કોંગ્રેસને 8 રાજ્યોમાં એક પણ બેઠક નહોતી મળી. એમ કહી શકાય કે ખાતું જ નહોતું ખુલ્યું.

વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, જ્મ્મૂ-કાશ્મીર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, ગુજરાત આ 8 રાજ્યો એવા છે, જેમાં કોંગ્રેસને એક પણ બેઠક નહોતી મળી.

રાજસ્થાનમાં 25, ગુજરાત 26, દિલ્હી 7, આંધ્રપ્રદેશ 25, જ્મ્મૂ કાશ્મીર 5, હરિયાણા 10 અને ઉત્તરાખંડ 5 એમ કુલ 103 બેઠકોમાંથી કોંગ્રેસને શૂન્ય બેઠક મળી હતી. વર્ષ 2019માં કોંગ્રેસને માત્ર 52 બેઠકો મળી હતી.

વર્ષ 2019માં કોંગ્રેસને કેરળમાંથથી 15, પંજાબમાંથી 8 અને તમિલનાડુમાંથી 8 બેઠકો મળી હતી. આ વખતે 28 વિપક્ષોએ ભેગા થઇને INDIA ગઠબંધન બનાવ્યું છે, જેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp