INDIA ગઠબંધનને ઝટકો, સપાની મહિલા ઉમેદવારનું ફોર્મ રદ થયું,BJP માટે રસ્તો આસાન

PC: aajtak.in

લોકસભા 2024ની ચૂંટણી પહેલા INDIA ગઠબંધન અને સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો મળવાના સમાચાર સામે આવ્યા છે. જે સીટ કોંગ્રેસે છોડી દીધી હતી તે સીટ પર સમાજવાદી પાર્ટીની મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યું હતું, પરંતુ ચૂંટણી અધિકારીએ ફોર્મને રદ જાહેર કરી દેતા ભાજપના ઉમેદવાર માટે રસ્તો સાવ આસાન થઇ ગયો છે.

મધ્યપ્રદેશની ખજુરાહો લોકસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મીરા યાદવનું નોમિનેશન ફોર્મ રિટર્નિંગ ઓફિસરે ચકાસણી બાદ નકારી કાઢ્યું હતું. કોંગ્રેસે સીટ શેરિંગ ફોર્મ્યુલા હેઠળ સપા માટે આ સીટ છોડી દીધી હતી.પન્ના જિલ્લા ચૂંટણી અધિકારી સુરેશ કુમારે મીરા યાદવનું નામાંકન પત્ર ફગાવી દીધું છે કારણ કે તેમણે 'બી ફોર્મ' પર સહી જ નહોતી કરી અને 2023ની વિધાનસભા ચૂંટણીની મતદાર યાદીની પ્રમાણિત નકલ જોડવામાં પણ નિષ્ફળ રહી હતી. ભાજપે ખજુરાહોથી વર્તમાન સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને મેદાનમાં ઉતાર્યા છે.

ન્યૂઝ એજન્સી PTIના એક અહેવાલ મુજબ મીરા યાદવના પતિ દીપ નારાયણ યાદવે કહ્યું કે તેઓ રિટર્નિંગ ઓફિસરના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં જશે. તેમણે કહ્યું કે તપાસ બાદ ગઈકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. નિયમ એવો છે કે જો કોઈ ભૂલ હોય તો તેને સુધારવાની રિટર્નિંગ ઓફિસરની ફરજ છે, પછી ભલે ઉમેદવાર અભણ હોય. તેમણે કહ્યું કે, ગઇ કાલ સુધી તો ફોર્મ બરાબર હતું, પરંતુ આજે બે ખામી કાઢી દીધી. 2023ની વિધાનસભા ચૂંટણીની મતદાર યાદીની પ્રમાણિત નકલ જોડવામાં નથી આવી અને બે જગ્યાએ સહી કરવાની હતી તેને બદલે એક જ જગ્યા પર સહી કરી હતી આવી ભૂલો કાઢી દીધી.

આ મામલે સપા પ્રમુખ અખિલેશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ખજુરાહો સીટ પરથી ઈન્ડિયા બ્લોકના સપા ઉમેદવાર મીરા યાદવનું નામાંકન રદ્દ કરવું એ લોકશાહીની ઘોર હત્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સહી નહોતી, તો પછી જે અધિકારીએ જોયું તેણે ફોર્મ કેમ લીધું? આ બધા બહાના અને હારેલી ભાજપની હતાશા શા માટે? અખિલેશ યાદવે કહ્યું કે, જે લોકો કેમેરાની સામે છેતરપિંડી કરી શકે છે, તેઓ ફોર્મ મેળવ્યા પછી પીઠ પાછળ શું કાવતરું ઘડી રહ્યા હશે. અખિલેશે કહ્યું કે, ભાજપ માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ કાર્યોમાં પણ જુઠ્ઠું છે અને સમગ્ર વહીવટી તંત્રને ભ્રષ્ટ કરવા માટે પણ દોષિત છે. આ ઘટનાની ન્યાયિક તપાસ પણ થવી જોઈએ, કોઈનું નામાંકન રદ કરવું એ લોતાંત્રિક અપરાધ છે.

સમાજવાદી પાર્ટીની ઉમેદવાર મીરા યાદવનું ફોર્મ રદ થયા પછી હવે ભાજપનો રસ્તો એકદમ આસાન થઇ ગયો છે. મધ્ય પ્રદેશની ખજુરાહો સીટ પરથી સમાજવાદી પાર્ટીએ પહેલાં મનોજ યાદવને ટિકિટ આપી હતી, પરંતુ મનોજ યાદવને હટાવીને મીરા યાદવને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે તમનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું છે ત્યારે ખજુરાહો બેઠક પર ચૂંટણી લડી રહેલું INDIA ગઠબંધન ચૂંટણીમાંથી બહાર થઇ ગયું છે.

મધ્ય પ્રદેશમાં લોકસભાની કુલ 56 બેઠકો છે, તેમાં મીરા યાદવનું ફોર્મ રદ થવાને કારણે હવે 55 ઉમેદવારો જ બચ્યા. મધ્ય પ્રદેશમાં 26 એપ્રિલે ચૂંટણી થવાની છે.

ભાજપે ખજુરાહો પરથી વી ડી શર્માને ટિકિટ આપી છે. તેમના માટે તો જાણે બેઠો લાડવા મળી ગયો હોય તેવો ઘાટ થયો છે. વર્ષ 2019માં વી ડી શર્મા આ બેઠક પરથ જીત્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp