પેટા ચૂંટણી અગાઉ INDIAમાં ભાગલા, ગઠબંધનના સભ્યએ કહ્યું- હવે તેની જરૂર નથી

PC: economictimes.indiatimes.com

રાજસ્થાનમાં 5 વિધાનસભા સીટો માટે થનારી પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉતારવાને લઈને INDIA ગઠબંધનમાં દરાર નજરે પડવા લાગી છે. ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) અને ભારત આદિવાસી પાર્ટી (BAP) સ્વતંત્ર રૂપે ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહી છે. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી અને નાગોરથી સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ ગઠબંધન વિના 3 સીટો જીતી હતી. પેટા ચૂંટણીમાં 2 સીટો RPLને મળશે તો જ ગઠબંધનમાં રહેશે.

તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ને હરાવવા માટે અમે ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડી હતી. હવે ગઠબંધનની જરૂરિયાત નથી. બીજી તરફ ગઠબંધનમાં સામેલ થઈને ડુંગરપુર-બાંસવાડા લોકસભા સીટ પરથી ચૂંટણી જીતનાર ભારત આદિવાસી પાર્ટીના રાજકુમાર રોતે પણ સ્વતંત્ર રૂપે પેટાચૂંટણી લડવાની વાત કહી છે. ગત દિવસોમાં જયપુરમાં રોતની મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને કૃષિ મંત્રી કિરોડી લાલ મીણા સાથે મુલાકાત બાદ તેમની કોંગ્રેસથી દૂરી વધવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં રાજ્યની 25માંથી 14 સીટો પર ભાજપ ઉમેદવારોની જીત થઈ હતી. 8 સીટો પર કોંગ્રેસના ઉમેદવાર હતા. 1-1 RLP, MKP અને BAPના ઉમેદવાર જીત્યા. RLP અને BAP પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ હવે તેમને કોંગ્રેસ સાથે ગઠબંધન પસંદ આવી રહ્યું નથી. ગત દિવસોમાં INDIA ગઠબંધનની બેઠકમાં હનુમાન બેનીવાલ અને BAP પાર્ટીના રાજકુમાર રોતને ન બોલાવવામાં આવ્યા નહોતા. તેને લઈને હનુમાન બેનીવાલે ઊંડી નારાજગી વ્યક્ત કરી છે, જેની અસર હવે જોવા મળી રહી છે.

બાંસવાડાના નવા ચૂંટાયેલા સાંસદ રાજકુમાર રોતે પણ હનુમાન બેનીવાલના સૂરમાં સૂર મળવતા કહ્યું કે, ચૌરાસી વિધાનસભા સીટ પર તેમની પાર્ટી સ્વતંત્ર રૂપે ચૂંટણી લડવા માગશે. રાજસ્થાનમાં હાલમાં જ લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ. આ દરમિયાન 5 વિધાનસભા સીટોના ધારાસભ્યોએ પણ લોકસભાની ચૂંટણી લડી અને ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે, જેના કારણે હવે આ 5 વિધાનસભાઓ પર ફરીથી સીટ ખાલી થઈ ગઈ છે. તેમાં દેવલી ઉનિયારા, ઝુંઝુનૂ, દૌસા, ખીંવસર અને ચૌરાસી (બાંસવાડા) છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp