ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે INDIA TV-CNXનો ઓપિનિયન પોલ

PC: indiatvnews.com

લોકસભા 2024ની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7 મે 2024ના દિવસે મતદાન થવાનું છે, એ પહેલાં INDIA TV- CNXનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં બધી 26 બેઠકો જીતી જશે.

ગાંધીનગરની બેઠક પરથી ભાજપે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને બીજી વખત રિપીટ કર્યા છે. આ બેઠક પરથી 6 વખત ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી જીત્યા હતા. આ વખતે પણ અમિત શાહ સરળતાથી જીતી જશે એમ પોલમાં કહેવમાં આવ્યું છે.

રાજકોટની બેઠક પર ક્ષત્રિય આંદોલન અને ભારે વિરોધ છતા પરષોત્તમ રૂપાલાને જીત મળી જશે. નવસારી બેઠક પર સી આર પાટીલ ચોથી વખત સરળતાથી જીતશે અને સાથે હેવી માર્જિનથી જીત મેળવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp