ગુજરાતની 11 બેઠકો માટે જે પી નડ્ડા અને અમિત શાહની બેઠક

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે પોતાના 195 ઉમેદવારોની પહેલી યાદી થોડો દિવસો પહેલાં જ જારી કરી દીધી હતી. હવે જાણવા મળ્યું છે કે , 9 માર્ચ, શનિવારે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની બેઠક મળશે, જેમાં ગુજરાતમાં 11 ઉમેદવારો વિશે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે. 10 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.

9 માર્ચે દિલ્હીમાં મળનારી બેઠકમાં જે પી નડ્ડા, અમિત શાહની સાથે ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ હાજર રહેશે. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર થઇ ગયા છે હવે 11 ઉમેદવારો માટે ચર્ચા થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp