બીજી પાર્ટીઓમાંથી આવનાર 30 ટકા નેતાઓને BJPની ટિકિટ, જાણો શું બોલ્યા જે.પી. નડ્ડા

PC: timesofindia.indiatimes.com

2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ 30 ટકા ટિકિટ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપી છે. એવામાં ભાજપ પર કોંગ્રેસીકરણના આરોપ લાગી રહ્યા છે. આ વખત ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ખુલીને પોતાની વાત રાખી અને તેમણે કહ્યુ કે, અમે બધાને પારખીને જ લીધા છે. અમે વિચારધારા સથે સમજૂતી કરતા નથી. કોંગ્રેસીકરણનો તો સવાલ જ નથી.

જે.પી. નડ્ડાએ કહ્યુ કે, જે આવ્યા એ અમારા થઇ ગયા. પાર્ટીને આગળ વધરવા અને વિસ્તાર કરવા માટે લોકોને સામેલ કર્યા છે. તેમાં ત્રણ વસ્તુની ચિંતા કરવી પડે છે. પહેલી વિચારધારા સાથે સમજૂતિ નહી થાય, બીજી કે કેડર ડિસ્ટર્બ ન થાય અને ત્રીજી જનતા વચ્ચે પાર્ટીની પહોંચ વધે. બધાને અમે સમજીવિચારીને જ લીધા છે. બીજી પાર્ટીમાંથી આવનારા નેતા કહે છે કે ભાજપ વધારે સહજ છે. તો પાર્ટી પણ બધાને અત્મસાત કરી લે છે. પાર્ટીમાં આવનારા બધા નેતાઓ સાથે સતત વાતચીત કરતા રહીએ છીએ. રાહુલ ગાંધી કોંગ્રેસમાં 2 વર્ષ સુધી દર્શન આપતા નથી. આ જ કારણ છે કે કોંગ્રેસમાંથી આવતા નેતા ભાજપમા વધુ સહજ અનુભવે છે.

જ્યારે તેમને પૂંછવામાં આવ્યુ કે, ભાજપને હવે RSSની જરુરિયાત નથી? આ સવાલ પર જે.પી. નડ્ડાએ કહ્યુ કે, જુઓ પાર્ટી મોટી થઈ ગઈ છે અને બધાને પોતા પોતાના કર્તવ્ય સાથે ભુમિકાઓ મળી ચૂંકી છે. RSS એક સાંસ્કૃતિક અને સામાજિક સંગઠન છે અને અમે એક રાજનીતિક સંગઠન છીએ. આ જરુરિયાતનો સવાલ નથી. આ એક વૈચારિક મોરચો છે. તેઓ વૈચારિક રુપે પોતાનુ કામ કરે છે અને અમે પોતાનું.

તેમણે કહ્યું કે, અમે પોતાના મામલાઓને પોતાની રીતે મેનેજ કરી રહ્યા છીએ અને રાજનીતિક પાર્ટીઓએ એ જ કરવું જોઇએ. એ સિવાય તેમણે મથુરા અને વારાણસી પર પણ વાત કરી. તેમણે એ વાતનો ઇનકાર કર્યો કે, ભાજપની મથુરા અને કાશીમાં વિવાદિત સ્થળો પર મંદિર બનાવવાની કોઇ યોજના છે. ભાજપ પાસે કોઇ વિચાર, યોજના કે ઇચ્છા નથી. અમારી પાર્ટીની સિસ્ટમ એ પ્રકારે કામ કરે છે કે પાર્ટીની વિચાર પ્રક્રિયા સંસદિય બોર્ડમાં ચર્ચાથી નક્કી થાય છે, પછી એ રાષ્ટ્રીય પરિષદ પાસે જાય છે જે તેનું સમર્થન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp