કંગના તો હમણાથી જ પોતાને PM સાથે સરખાવવા માંડી

PC: republicbharat.com

અભિનેત્રી કંગના રનૌતે મંગળવારે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ CM જયરામ ઠાકુર પણ તેમની સાથે હતા. આ પ્રસંગે કંગનાની બહેન અને તેની માતા પણ હાજર હતી.

કંગનાએ કહ્યું કે, PM મોદીએ મોટી કાશી-વારાણસીથી ઉમેદવારી પત્ર ભર્યું છે, જ્યારે મેં છોટી કાશી-મંડીથી ઉમેદવારી પત્ર ભર્યું છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.

કંગના રનૌતે કહ્યું કે, મંડીના લોકોનો પ્રેમ તેને તેના વતન પરત લાવ્યો છે. મંડીના લોકો અને તેમનો પ્રેમ મને અહીં ખેંચી લાવ્યો છે. આપણા દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરી રહી છે. આજે મંડીની મહિલાઓ માત્ર સેનામાં જ નહીં પરંતુ શિક્ષણ અને રાજનીતિના ક્ષેત્રમાં પણ આગળ છે.

કોંગ્રેસ સાથે જોડાયેલા સવાલ પર કંગનાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્ર વિરોધી માનસિકતા આ દેશ માટે ચિંતાનો વિષય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, તેમની ફિલ્મી કારકિર્દીની જેમ તેમની રાજકીય કારકિર્દી પણ સફળતાના શિખરોને સ્પર્શશે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ કંગના રનૌતને પોતાની ચૂંટણી ઉમેદવાર જાહેર કર્યા છે. કંગના હિમાચલ પ્રદેશની મંડીથી ચૂંટણી લડી રહી છે. જ્યારે કંગનાની સામે કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ CM વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને ટિકિટ આપી છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે કંગનાએ પોતાની સરખામણી PM મોદી સાથે કરી હોય. આ પહેલા પણ જ્યારે PM મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાજકુમાર કહ્યા હતા ત્યારે કંગનાએ રાહુલને મોટો રાજકુમાર અને વિક્રમાદિત્યને નાનો રાજકુમાર કહ્યા હતા.

આ અવસર પર કંગનાની માતા આશા રનૌતે કહ્યું કે, લોકો અહીં કંગનાને સપોર્ટ કરવા આવ્યા છે. અમે ચોક્કસપણે જીતીશું. તેણે લોકો માટે ઘણું કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ તે આવું જ કરશે.

કંગનાની બહેન રંગોલીએ કહ્યું કે, હું કંગનાને તેની નવી સફર માટે શુભેચ્છા પાઠવું છું. તમે જોશો કે કેવી રીતે લોકો તેમના સમર્થન માટે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે. નોમિનેશન પહેલા કંગનાએ મંડીમાં રોડ શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા હેઠળ મંડી સીટ પર 1 જૂને મતદાન થશે. આ સીટ પર BJPની કંગના રનૌતનો મુકાબલો કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp