કેજરીવાલે લખીને આપ્યું, ભાજપ 200 સીટો પર સમેટાઇ જશે, ગઠબંધનને આટલી બેઠકો મળશે

PC: facebook.com/AAPkaArvind

લોકસભા ચૂંટણીના પરિણામને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો દાવો કર્યો છે. એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કેજરીવાલે કેમેરાની સામે લખીને આપ્યું છે કે, આ વખતે INDIA ગઠબંધનની સરકાર બનવા જઇ રહી છે. કેજરીવાલે લખ્યું કે ગઠબંધનની 300થી વધારે સીટો આવશે જ્યારે ભાજપ 200 બેઠકો પર સમેટાઇ જશે. આ વાત કેજરીવાલે કાગળ પર લખી અને તેના પર પોતાની સાઇન પણ કરી.

મીડિયા ઇન્ટરવ્યૂમાં કેજરીવાલે પોતાના આરોગ્યની વાત કરતાકહ્યુ કે, જેલની અંદર મારું 7 કિલો વજન ઘટી ગયું છે. હજુ પણ વજનમાં ઘટાડો થઇ રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. 2 જૂને હું સરેન્ડર કરી દઇશ. તેમણે કહ્યું કે એ સમજવાની જરૂર છે કે જેલ કેમ મોકલવામાં આવે છે. જો કેજરીવાલ ભ્રષ્ટાચારી છે તો આ દેશમાં કોઇ પણ ઇમાનદાર નથી.

PM મોદી અને ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે એક ઈન્ટરવ્યુમાં PM મોદીને પૂછવામાં આવ્યું કે જો કેજરીવાલ વિરુદ્ધ કોઈ પુરાવા નથી તો તેમની ધરપકડ કેમ કરવામાં આવી. તેના પર પ્રધાનમંત્રીએ એ કહ્યું હતું કે કેજરીવાલ અનુભવી ચોર છે. કેજરીવાલે કહ્યું કે, ચૂંટણી જાહેર થયા પછી તરત જ મારી ધરપકડ કરવામાં આવી હતી જેથી હું પ્રચાર ન કરી શકું.

કેજરીવાલે કહ્યું કે, મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈન અત્યારે જેલમાં છે. તેમની પાસે કોઇ મેસેજ લઇને ગયું હતું કે, ભાજપમાં જોડાઇ જાવો, તમારા જામીન થઇ જશે. કોણ કરાવશે, કોની પાસે કરાવશે એમાં બધા જવાબ છે. કેજરીવાલને પુછવામાં આવ્યું કે શું તમને પણ આવી ઓફર મળી છે? તો કેજરીવાલે કહ્યું કે, ના, મને આવી કોઇ ઓફર મળી નથી.

ઇન્ટરવ્યૂમાં કેજરીવાલને પુછવામાં આવ્યું કે, આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે અમિત શાહ પંજાબ આવ્યા હતા અને તેમણે 4 જૂન પછી પંજાબમાં સરકાર ઉથલાવી નાંખવાની વાત કરી હતી. જેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે, ઉપરવાળો અમારી સાથે છે. અમે તો નાના હતા, દિલ્હીની ગલીઓમાં NGO ચલાવતા હતા. ક્યારેય વિચાર્યું નહોતું કે ચૂંટણી લડીશ અને પાર્ટી બનાવીશ. ભગવાને મને મુખ્યમંત્રી બનાવી દીધો અને ભગવાને બીજું રાજ્ય પણ આપી દીધું. ઉપરવાળો બધું સરખું કરી દેશે એમ કેજરીવાલે ઉમેર્યું.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસ પહેલા લુધિયાણા ગયા હતા. તેમણે પંજાબના લોકોને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે તમે જે સરકાર ચૂંટી છે તેને 4 જૂન પછી હું ઉથલાવી નાંખીશ. કેજરીવાલે કહ્યું , ખુલ્લેઆમ અમિત શાહ ધમકી આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp