ભીમ આર્મી ચંદ્રશેખર આઝાદની નગીના લોકસભા બેઠક વિશે જાણો

PC: indiatoday.in

ઉત્તર પ્રદેશની નગીના સીટ પર પરિણામ ચોંકાવનારા આવી શકે છે. આ બેઠક પરથી ભીમ આર્મી સેનાના નેતા અને આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે ભાજપના ઓમ કુમાર અને સમાજવાદી પાર્ટીએ નિવૃત જજ મનોજ કુમારને મેદાનમાં ઉતારેલા છે.

નગીના બેઠક પર 19 એપ્રિલે મતદાન થઇ ગયું છે. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી નગીના બેઠક પરથી પહેલી લોકસભા ચૂંટણી લડેલા. નગીના સીટ એ ઉત્તર પ્રદેશની 17 અનામત સીટોમાંની એક છે અને 2009માં આ સીટ બની હતી.

કુલ 16 લાખ મતદારો છે અને તેમાં 43 ટકા મુસ્લિમ મતદારો છે અને 21 ટકા દલિત છે.ચંદ્રશેખર આઝાદ પોતે વકીલ છે. દલિત આઇકોન તરીકે તેમણે પોતાની જગ્યા બનાવી છે. બસપા છોડ્યા પછી તેમણે પોતાની પાર્ટી બનાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp