ક્ષત્રિય સંકલન સમિતિનો દાવો, ભાજપ 7 બેઠકો ગુમાવશે, 4 પર રસાકસી

PC: khabarchhe.com

ગુજરાતમાં 7 મે 20024ના દિવસે મતદાન પુરુ થયા પછી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સમા દાવો કર્યો હતો કે, લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ 7 બેઠકો ગુમાવશે અને 4 બેઠકો પર રસાકસી થશે.

પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચ 2024ના દિવસે રાજકોટમાં જે નિવેદન આપેલું તેને કારણે ક્ષત્રિય સમાજ ભારે નારાજ થયો હતો અને આજે લગભગ 44 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. ક્ષત્રિય સમાજે દાવો કર્યો હતો કે સમાજ આ વખતે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે.

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ કઇ બેઠકો ભાજપ ગુમાવશે એના નામ જાહેર નથી કર્યા, પરંતુ એવું માનવામાં આવે છે કે, સુરેન્દ્ર નગર, પાટણ, બનાસકાંઠા, જામનગર, ભરૂચ બેઠક પર નુકશાન થઇ શકે છે. ક્ષત્રિય સમાજે દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં એક સાથે મતદાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp