જીવિત રહેતા મૃ-ત જાહેર થઈ ચૂક્યો હતો લાલ બિહારી, હવે PM મોદી સામે લડશે ચૂંટણી

PC: lawtrend.in

મૃતક સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલ બિહારી 'મૃતક' વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડશે. આજમગઢ જિલ્લાના મુબારકપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા અમીલોના રહેવાસી લાલ બિહારી દાગી મૃતક સંઘના બેનર હેઠળ વારાણસીથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તો માર્ટિનગંજ તાલુકાના સુરહન ગામના રહેવાસી રામબચન રાજભર આજમગઢથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર દિનેશ લાલ યાદવ નિરહુઆ અને સમાજવાદી પાર્ટી (SP)ના ધર્મેન્દ્ર યાદવ વિરુદ્ધ ચૂંટણી લડશે.

મૃતક સંઘના અધ્યક્ષ લાલ બિહારીનું કહેવું છે કે વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણી લડીને તેઓ સિસ્ટમ વિરુદ્ધ પોતાની લડાઈ સ્થાપિત કરશે. વ્યવસાયે ખેડૂત લાલ બિહારીને સરકારી બાબૂઓએ વર્ષ 1972માં કાગળોમાં મૃત જાહેર કરી દીધો હતો. તેના પરિવારના સભ્યોએ જ સંપત્તિની લાલચમાં તાલુકાના સરકારી બાબૂઓની મદદથી લાલ બિહારીને કાગળોમાં મૃત જાહેર કરાવીને તેમની જમીન હડપી લીધી હતી. લાલ બિહારીએ પોતાને જીવિત સાબિત કરવા માટે સિસ્ટમ વિરુદ્ધ પોતાનો સંઘર્ષ શરૂ કર્યો.

લાલ બિહારીએ 1988માંઆ વી.પી. સિંહ અને 1989માં રાજીવ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડી, જેથી તે પોતાને જીવિત સાબિત કરી શકે છે. તેણે 19 વર્ષોના લાંબા સંઘર્ષ બાદ 1994માં ન્યાય મળ્યો. કોર્ટના આદેશ પર સ્થાનિક તાલુકાએ કાગળોમાં સુધાર કર્યો અને લાલ બિહારીને જીવિત માન્યો. લાલ બિહારી મુજબ, કોર્ટની સુનાવણી દરમિયાન તેને 'લાલ બિહારી મૃતક હાજર થાય' કહીને બોલાવવામાં આવતો હતો. પછી તેણે પોતાના નામ આગળ મૃતક શબ્દ જોડી દીધો.

લાલ બિહારીના જીવનની આ અસલ કહાની પર 'કાગજ' નામની એક ફિલ્મ પણ બની છે, જેમાં એક્ટર પંકજ ત્રિપાઠીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. લાલ બિહારી કહે છે કે, 'હું જીવતો હોવા છતા કાગળોમાં મૃત જાહેર કરી દેવામાં આવ્યો. તાલુકા અને જિલ્લા પ્રશાસનની કોણ કહે, મેં કેન્દ્ર અને રાજ્ય સરકારો સિવાય જન પ્રતિનિધિઓનો પણ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ સુનાવણી ન થઈ. પછી 'મરતો શું ન કરતો' કહેવત ચરિતાર્થ કરતા મેં મૃતક સંઘની સ્થાપના કરી.

લાલ બિહારી જણાવ્યું કે, તે પોતાની જેમ જીવતા હોવા છતા મૃત જાહેર કરાયેલા લોકોના મૌલિક અધિકારોની લડાઈ માટે મૃતક સંઘની સ્થાપના કરી. તે 3 વખત લોકસભા અને 3 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યો છે. લાલ બિહારી કહે છે કે મને ખબર છે કે હું જે વ્યક્તિઓ વિરુદ્ધ ચૂંટણી લડુ છું, તેમની સામે નહીં જીતુ, પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને એ તો ખબર પડશે કે વિભાગીય મિલીભગતથી જીવિત રહેતા લોકોને મૃત જાહેર કરી દેવામાં આવી રહ્યા છે અને ન્યાય ક્યાંયથી મળી રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp