ક્રિકેટમાં ધોનીની જેમ રાહુલ ગાંધી રાજકારણમાં શ્રેષ્ઠ ફિનિશર, રાજનાથે ટોણો માર્યો

PC: patrika.com

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો, તેમને ભારતીય રાજકારણના 'શ્રેષ્ઠ ફિનિશર' ગણાવ્યા અને તેમની સરખામણી મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી. એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે લોકોને પૂછ્યું કે ક્રિકેટમાં શ્રેષ્ઠ ફિનિશર કોણ છે? તેના પર જનતા જવાબ આપે છે અને કહે છે, 'ધોની'.

આ પછી રાજનાથ સિંહ કહે છે, 'જો કોઈ અમને પૂછે કે ભારતીય રાજકારણમાં ટોપ ફિનિશર કોણ છે, તો અમે કહીશું રાહુલ ગાંધી. આ જ કારણ છે કે, ઘણા નેતાઓ કોંગ્રેસ છોડી ચૂક્યા છે.'

મધ્ય પ્રદેશના સિધી જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું, 'કોંગ્રેસનો ભ્રષ્ટાચાર સાથે ખૂબ જ અતૂટ સંબંધ છે. એક ગીત હતું, તુ ચલ મેં આયી.. ભ્રષ્ટાચાર અને કોંગ્રેસનો સંબંધ એવો જ છે. ભ્રષ્ટાચાર કહે છે ઓ કોંગ્રેસ, તુ ચલ મેં આયી. તમે જોયું જ હશે કે, જ્યાં કોંગ્રેસ આવી ત્યાં ભ્રષ્ટાચાર પહોંચ્યો. કોંગ્રેસની મોટાભાગની સરકારો પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, પરંતુ PM નરેન્દ્ર મોદીની સરકારના કોઈપણ મંત્રી પર આવા આરોપો નથી લાગ્યા.'

BJPના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, એક સમયે કોંગ્રેસ ભારતીય રાજનીતિ પર પ્રભુત્વ ધરાવતી હતી, પરંતુ હવે તે દેશના બે-ત્રણ નાના રાજ્યોમાં જ શાસન કરી રહી છે. અગાઉ એક રેલીમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી ત્યાં સુધી રોકાશે નહીં, જ્યાં સુધી કોંગ્રેસ 'ખતમ' નહીં થાય. તેમણે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ના પ્રસ્તાવને પણ સંપૂર્ણ સમર્થન આપ્યું અને દાવો કર્યો કે, આનાથી દેશના સમય અને સંસાધનોની બચત થશે. તેમણે કહ્યું કે, પાંચ વર્ષમાં માત્ર બે વાર ચૂંટણી યોજવી જોઈએ, એક વખત સ્થાનિક સંસ્થાઓ માટે, પછી વિધાનસભાઓ અને લોકસભા માટે.

રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે, ભારત 2045 સુધીમાં સુપર પાવર બની જશે. તેમણે કહ્યું કે, સત્તામાં રહીને કોંગ્રેસે ઘણા વચનો આપ્યા હતા અને જો તે થોડા ઘણા પણ પૂરા થયા હોત તો ભારત ઘણા સમય પહેલા શક્તિશાળી દેશ બની ગયો હોત. તેમણે કહ્યું કે, બીજી તરફ BJPએ દસ વર્ષમાં પોતાના તમામ વચનો પૂરા કર્યા.

તેમણે ભારપૂર્વક કહ્યું કે, તુષ્ટિકરણ માટે રાજનીતિ ન કરવી જોઈએ અને BJP રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિ કરી રહી છે. UPA શાસન દરમિયાન થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ જો ઉશ્કેરવામાં આવે તો જરૂર પડ્યે ભારત સરહદ પાર કરીને કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે, દેશે છેલ્લા દસ વર્ષમાં આ સાબિત કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp