સોશિયલ મીડિયા પર #BoycottAyodhyaWasi અભિયાન, BJPની હાર પર આર્થિક બંદીની અપીલ

PC: indiatoday.in

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતથી દૂર લઈ જવા પર ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં થોડી નિરાશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેવા જઇ રહ્યા છે, પરંતુ સેલિબ્રેશન થોડું ફિક્કું છે. રાજકોટ અગ્નિકાંડ અકસ્માતમાં 27 લોકોના મોત થયા બાદ, ગુજરાતમાં ભાજપે સેલિબ્રેશન ન મનાવવાની જાહેરાત પરિણામો અગાઉ કરી દીધી હતી, પરંતુ ચૂંટણી પરિણામોમાં ભાજપ 240 પર રોકાઈ જતા નિરાશા વધી ગઈ છે.

ભાજપના સમર્થક અયોધ્યામાં પાર્ટીની હાર પર વ્યથિત છે. તેના કારણે સોશિયલ મીડિયા પર પણ ગુસ્સાવાળી પોસ્ટ જોવા મળી રહી છે. કેટલાક ભાજપ સમર્થકોએ રીતસર બૉયકોટ અયોધ્યાવાસી અભિયાન શરૂ કરી દીધું છે. તેમાં અપીલ કરવામાં આવી રહી છે કે આગામી વખત જો તમે અયોધ્યા જાવ, તો પોતાના વાહનથી જાવ અને ત્યાં પાણીથી લઈને તમામ વસ્તુ સાથે લઈ જાવ. મંદિરના ભોજનાલયમાં ભોજન કરો અને સ્થાનિક લોકો પાસે કંઇ ન ખરીદો. આ પ્રકારના આગ્રહ કરવામાં આવી રહ્યા છે.

અયોધ્યાનો હિસ્સો ફૈજાબાદ લોકસભા સીટમાં આવે છે. અહીથી સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ જીત્યા છે. તેઓ દલિત નેતા છે, જો કે, અયોધ્યા વિધાનસભા સીટથી ભાજપ આગળ રહી છે, પરંતુ આ લોકસભા સીટ પર પાર્ટીના ઉમેદવાર લલ્લુ સિંહની હાર બાદ સોશિયલ મીડિયા અયોધ્યાવાસીઓ વિરુદ્ધ ગુસ્સો ફૂટી રહ્યો છે.

મંદિર આંદોલનના સમયે પહેલી વખત ફૈજાબાદ સીટ પરથી ભાજપ નેતા વિનય કટિયાર જીત્યા હતા. તેમણે વર્ષ 1991 અને પછી વર્ષ 1996માં સીટ યથાવત રાખી હતી. ત્યારબાદ આ સીટ સમાજવાદી પાર્ટીએ છીનવી લીધી હતી. ત્યારબાદ કટિયારે ફરીથી વર્ષ 1999માં સીટ પર કબજો કર્યો હતો, પરંતુ ત્યારબાદ ભાજપે આ સીટ ગુમાવી દીધી હતી. 2014માં મોદી લહેરમાં ફરીથી અયોધ્યા સીટ પર ભાજપે કબજો કર્યો હતો.

2024માં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ભાજપના સમર્થકોમાં અયોધ્યાની હારને લઈને તીખી પ્રતિક્રિયા છે. સમાજવાદી પાર્ટીએ આ સીટ પર ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને 54,567 મતથી હરાવીને કબજો કર્યો. #BoycottAyodhyaWasi હેઝટેગના માધ્યમથી સોશિયલ મીડિયા પર અયોધ્યાન લોકો વિરુદ્ધ પોસ્ટ સામે આવી રહી છે. તેમાં ભાજપની હારથી નારાજ સમર્થક લખી રહ્યા છે કે આ લોકો રામરાજમાં પણ પોતાના ન થયા, તેમની પાસે મોદી રાજમાં શું અપેક્ષા.’

ભાજપને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ નુકસાન થયું છે. તેના કારણે પાર્ટી 240ના આંકડાથી આગળ ન વધી શકી. મંદિર આંદોલનમાં ગુજરાતની મુખ્ય ભૂમિકા રહી હતી. સ્થાનિક સ્તર પર પણ લોકો અયોધ્યાવાળી લોકસભા સીટ પર ભાજપની હાર પર ચકિત છે. ભાજપ અને હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા નેતાઓનું કહેવું છે કે નિશ્ચિત રૂપે એ હેરાનીની વાત છે કે જે અયોધ્યામાં કરોડોના પ્રોજેક્ટ શરૂ થયા, ત્યાં હાર ચિંતા કરનારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp