કોંગ્રેસ અને AAPની દોસ્તી BJP માટે છે ટેન્શન? સર્વેએ જણાવ્યું દિલ્હીનું પરિણામ

PC: indiatoday.in

દેશમાં જલદી જ લોકસભાની ચૂંટણી થવા જઇ રહી છે. આગામી 10 દિવસોમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આ વખત દિલ્હીની 7 સીટો પર ખૂબ જ રસપ્રદ રેસ જોવા માળશે. દિલ્હીમાં એક દશકથી સરકાર ચલાવી રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ કોંગ્રેસ સાથે હાથ મળાવીને ભાજપને ટક્કર આપવાની તૈયારી કરી લીધી છે. છેલ્લી 2 લોકસભાની ચૂંટણીમાં દિલ્હીને ક્લીન સ્વીપ કરનારી ભાજપના વિજય રથને INDIA ગઠબંધન રોકી શકશે કે નહીં? એ જોવાનું રસપ્રદ રહેશે.

આ દરમિયાન એક ન્યૂઝ ચેનલે પોતાના ઓપિનિયન પોલમાં એ અનુમાન લગાવવાનો પ્રયાસ કર્યો કે આખા દેશ સાથે દિલ્હીમાં ચૂંટણી દંગલનું પરિણામ શું રહી શકે છે. બુધવારે ટી.વી. પર પ્રસારિત થયેલા ઓપિનિયન પોલનું અનુમાન છે કે AAP અને કોંગ્રેસ સાથે મળી જવાથી પણ ભાજપને વધુ ટેન્શન થવાની નથી. INDIA ગઠબંધનને જ્યાં 40 ટકા વોટ શેર મળવાનું અનુમાન છે, તો ભાજપને વર્ષ 2019ની તુલનામાં એક ટકા ઓછા વોટ મળવાની સંભાવના છે. અન્યના ખાતામાં 5 ટકા વોટ જઇ શકે છે.

સર્વે મુજબ, અત્યારે લોકસભાની ચૂંટણી થઈ જાય તો દિલ્હીની બધી 7 સીટો પર ભાજપ કબજો કરી શકે છે. AAP અને કોંગ્રેસને ફરી એક વખત બધી સીટો પર હારનો સામનો કરવો પડી શકે છે. વર્ષ 2014 અને વર્ષ 2019માં પણ ભાજપે દિલ્હીની બધી સીટો પર જીત હાંસલ કરી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 56 ટકાથી વધુ વોટ શેર મળ્યા હતા. વોટ શેરના હિસાબે કોંગ્રેસ બીજા અને આમ આદમી પાર્ટી ત્રીજા નંબરે હતી.

આ વખત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દિલ્હીમાં ભાજપ વિરુદ્ધ ગઠબંધન કર્યું છે. આમ આદમી પાર્ટી જ્યાં 4 સીટો પર ચૂંટણી લડી રહી છે તો કોંગ્રેસને 3 સીટો મળી છે. આમ આદમી પાર્ટીએ પોતાના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે અને ઉમેદવાર પ્રચારમાં લાગી ગયા છે. તો કોંગ્રેસ અને ભાજપે અત્યારે ઉમેદવારોની જાહેરાત કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp