ગુજરાતની 25 સહિત 93 સીટ પર મતદાન શરૂ, વાંચો પળે પળની અપડેટ

PC: khabarchhe.com

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન દેશભરમાં શરૂ થઈ ગયું છે. આજે ગુજરાતની 25 સીટ સહિત દેશભરની 93 સીટ પર મતદાન થશે. કુલ 12 રાજ્યોની 93 સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે, તમામ મતની ગણતરી 4 જૂનના રોજ કરવામાં આવશે.

93 સીટમાં ગુજરાતની 25 સીટ

આસામની 4 સીટ

બિહારની 5 સીટ

છત્તીસગઢની 7 સીટ

દાદરાનગર હવેલીની 1 સીટ

દમણ અને દીવની 1 સીટ

ગોવાની 2 સીટ

કર્ણાટકની 14 સીટ

મધ્ય પ્રદેશની 8 સીટ

મહારાષ્ટ્રની 11 સીટ

ઉત્તર પ્રદેશની 10 સીટ અને પશ્ચિમ બંગાળની 4 સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

07 May, 2024
07:43 PM
સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ: મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી
[removed][removed]
07 May, 2024
06:12 PM
5 વાગ્યા સુધીમાં વલસાડમાં સૌથી વધુ 68.12 ટકા મતદાન અને અમરેલીમાં સૌથી ઓછું 45.59 ટકા મતદાન
PC: c
07 May, 2024
05:26 PM
દાદા ભગવાન પરિવારના દિપકભાઈ દેસાઈ અડાલજ ખાતે મતદાન કરી લોકશાહીનાં પર્વમાં સહભાગી થયા
PC: c
07 May, 2024
04:14 PM
અમરેલીમાં 3 વાગ્યા સુધીમાં 37.85 ટકા મતદાન, સૌથી ઓછું ધારીમાં 33.46 ટકા મતદાન થયું
07 May, 2024
03:53 PM
ચૈતર વસાવાના વિધાનસભા મત વિસ્તાર ડેડીયાપાડામાં સૌથી વધુ 68 ટકા મતદાન નોંધાયું
07 May, 2024
02:51 PM
બપોરે 1 વાગ્યા સુધીમાં ત્રીજા તબક્કાની 93 સીટ પર સરેરાશ 39.92% મતદાન નોંધાયું
[removed][removed]
07 May, 2024
02:06 PM
કોંગ્રેસની ચૂંટણી પંચમાં મણિનગરના 2 બૂથમાં ગેરરીતિની ફરિયાદ
07 May, 2024
02:03 PM
મનસુખ માંડવીયાએ મત આપ્યા બાદ કહ્યું હતું કે ગુજરાતમાં 26એ 26 બેઠક પર ભાજપનો વિજય થશે
07 May, 2024
01:39 PM
1 વાગ્યા સુધીમાં 37.83 ટકા મતદાન નોંધાયું, સૌથી વધુ બનાસકાંઠામાં 45.89 અને સૌથી ઓછું પોરંબદરમાં 30.80 ટકા મતદાન.
07 May, 2024
01:08 PM
પોરબંદર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ધોરાજીમાં કર્યું મતદાન
PC: twitter.com
07 May, 2024
12:50 PM
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
PC: c
07 May, 2024
12:49 PM
ગૌતમ અદાણીએ અમદાવાદમાં મતદાન કર્યું
[removed][removed]
07 May, 2024
12:32 PM
કોંગ્રેસ નેતા અને અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે ભરૂચમાં મતદાન કર્યું
PC: c
07 May, 2024
12:24 PM
રાજપીપળામાં EVM ખોટવાયું, કંટ્રોલ યુનિટ બંધ થતાં મતદાતાઓ અટવાયા
07 May, 2024
12:01 PM
સવારે 11 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન 30.27 ટકા મતદાન
PC: c
07 May, 2024
12:01 PM
ગુજરાતમાં 11 વાગ્યા સુધી સરેરાશ 24% મતદાન
07 May, 2024
11:30 AM
પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે જાડેજા થાળી વેલણ વગાડીને મતદાન કરવા પહોંચ્યા
PC: khabarchhe.com
07 May, 2024
11:12 AM
નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈને 90 ટકા વોટિંગની અપેક્ષા
07 May, 2024
11:09 AM
રાહુલ ગાંધીની મોટી સંખ્યામાં મત કરવાની અપીલ, કહ્યું- આ દેશના લોકતંત્ર અને સંવિધાનની રક્ષાની ચૂંટણી છે
[removed][removed]
07 May, 2024
11:06 AM
ઉત્તર પ્રદેશના સંભલમાં યુવક ઘોડા પર મતદાન કરવા પહોંચ્યો
PC: kc
07 May, 2024
11:01 AM
પૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ અંકલાવમાં મતદાન કર્યું
[removed][removed]
07 May, 2024
10:58 AM
કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ પત્ની સાથે મતદાન કર્યું
[removed][removed]
07 May, 2024
10:52 AM
પરષોત્તમ રૂપાલાએ 100 ટકા મતદાન કરવાની અપીલ કરી
[removed][removed]
07 May, 2024
10:51 AM
અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ અમદાવાદમાં નરોડા ખાતે મતદાન કર્યું
PC: khabarchhe.com
07 May, 2024
10:42 AM
ગૃહમંત્રી અમિત શાહનો દાવો- 9 કલાક અને 20 મિનિટે 20 ટકા મતદાન થયું
07 May, 2024
10:42 AM
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મતદાન કર્યું
07 May, 2024
10:40 AM
સવારે 9 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા મતદાન અને અમદાવાદ વેસ્ટમાં સૌથી ઓછું 7.23 ટકા મતદાન
07 May, 2024
10:38 AM
UPના પૂર્વ CM અખિલેશ યાદવે પત્ની સાથે સૈફઈમાં મતદાન કર્યું
[removed][removed]
07 May, 2024
10:04 AM
હર્ષ સંઘવીએ ઢોલ નગારા સાથે મતદાન કર્યુ
PC: Kc
07 May, 2024
09:54 AM
સવારે 9:00 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 9.83 ટકા મતદાન નોંધાયું
07 May, 2024
09:38 AM
ગેનીબેન ઠાકોર મતદાન વખતે ભાવુક થયા સાથે જ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી
PC: Kc
07 May, 2024
09:35 AM
CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન
PC: Kc
07 May, 2024
09:32 AM
અમિત શાહે નારણપુરામાં પરિવાર સાથે પરિવાર સાથેમતદાન કર્યુ
PC: Kc
07 May, 2024
09:31 AM
સી. આર પાટીલે મતદાન કરીને મહત્તમ લોકોને મતદાન કરવાની અપીલ કરી
07 May, 2024
09:29 AM
આનંદીબહેન પટેલે શીલજમાં મતદાન કર્યુ
07 May, 2024
09:26 AM
મતદાન કર્યા બાદ PM મોદીએ કહ્યું આજે ગુજરાતમાં લોકશાહીનો પર્વ છે. સૌથી વધુ મતદાન કરો. મતદાન સામાન્ય દાન નથી સૌથી મોટું દાન છે
07 May, 2024
09:25 AM
PM મોદીએ અમદાવાદની રાણીપની નિશાંત સ્કૂલમાં મતદાન કર્યું
PC: Kc
07 May, 2024
09:23 AM
પરશોત્તમ રૂપાલાએ અમરેલીમાં કર્યુ મતદાન

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp