ચેક મેટ! ન શરદ પાસે જઇ શકે છે, ન CM બની શકે છે, હવે શું કરશે અજીત પવાર?

PC: livemint.com

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અધ્યક્ષ અજીત પવારે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન પર ચર્ચા માટે ગુરુવારે સમીક્ષા કરી. આ ચૂંટણીમાં પાર્ટી માત્ર 1 સીટ જ જીતી શકી. સમીક્ષા બેઠકમાં 41માંથી 5 ધારાસભ્ય ગેરહાજર રહ્યા. કહેવામાં આવ્યું કે, નરહરિ જિરવાલ વિદેશમાં છે અને 4 લોકો ખરાબ સ્વાસ્થ્યના કારણે બેઠકમાં ન આવ્યા. એટલે અજીત બુધવારે દિલ્હીમાં NDAના સહયોગી દળોની બેઠકમાં સામેલ ન થયા. ઘટનાક્રમોએ અજીત પવારના નેતૃત્વવાળી NCPના ભવિષ્યને લઈને ચર્ચાઓ તેજ કરી દીધી છે.

શરદ પવાર ફરી એક વખત પોતાના ભત્રીજા પર ભારે પડ્યા. તેમણે મહારાષ્ટ્રમાં 10 સીટો પર ચૂંટણી લડી અને તેમાંથી 8 સીટ પર જીત મળી. બીજી તરફ અજીત પવારની NCPએ 4 સીટો પર ચૂંટણી લડી અને માત્ર 1 સીટ પર જીતી. જે સીટો પર તેમને હારનો સામનો કરવો પડ્યો, તેમાં બારામતી પણ સામેલ હતી, જ્યાં અજીત પવારની પત્ની સુનેત્રા પવાર ઉમેદવાર હતા, સુપ્રિયા સુલેએ તેમને ભારે અંતરથી હરાવી દીધા. અજીત પવારના જૂના સંઘર્ષ અને બળવાને જોતા ચર્ચા છે કે તેઓ શરદ પવાર ગ્રુપમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

https://khabarchhe.com/uploads/mc_path/17179116781.jpg

એમ પણ માનવામાં આવી રહ્યું છે કે તેમના ધારાસભ્ય મોટી સંખ્યામાં તેના માટે પ્રયાસ કરી શકે છે, જો એમ થાય છે તો એ જોવાનું રસપ્રદ રહેશે કે શરદ પવાર તેમને ફરી સ્વીકારે છે કે નહીં. હાલમાં અજીત પવાર પાસે ઘણા ઓછા વિકલ્પ છે. 6 પ્રમુખ પાર્ટીઓ વચ્ચે મહાયુતિ વર્સિસ મહાવિકાસ અઘાડી રેસમાં અજીતની પાર્ટીનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. તેને માત્ર 1 સીટ પર જીત મળી. જો કે, પવારની પાર્ટીએ બીજાઓની તુલનામાં સૌથી ઓછી લોકસભા સીટો પર ચૂંટણી લડી, પરંતુ તેણે 10 સીટો પર ચૂંટણી લડી અને 7 જીતી છે. લોકસભાના પરિણામની અસર વિધાનસભાની ચૂંટણીમાં પણ દેખાશે. આ વર્ષના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં અજીત પવારની જીતની સંભાવના ઓછી છે.

અજીત પવારે શું ભૂલ કરી?

NCP (SP) અને શરદ પવારના સહયોગી અંકુશ કાકડેએ અજીત પવારની નિંદા કરતા કહ્યું કે, મતદાતા પવાર સાહેબને છોડવા અને ભાજપ સાથે ગઠબંધન કરવા માટે સહમત નહોતા. અજીત પવારે અભિયાન બેઠકોમાં જે પ્રકારે પવાર સાહેબ પર પ્રહાર કર્યો, એ લોકોને પસંદ ન આવ્યું. જો NCP એકજૂથ થતી તો સુપ્રિયા સુલેને જીત માટે સંઘર્ષ કરવો પડી શકતો હતો, પરંતુ અજીત પાવર જે પ્રકારે શરદ પવારની નિંદા કરી રહ્યા હતા, એ બારામતીના લોકોને પસંદ ન આવ્યું અને તેમણે સુપ્રિયા સુલેને વોટ આપ્યા.

https://khabarchhe.com/uploads/mc_path/17179116782.jpg

અજીત પવાર બનશે મુખ્યમંત્રી?

હવે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. જો ફડણવીસ રાજ્યની રાજનીતિથી અલગ થઈ જાય છે તો અજીત પાવર એકનાથ શિંદેની જગ્યાએ મહાગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી બની શકે છે. આ ચૂંટણીમાં શિંદેની પાર્ટી પણ કંઇ ખાસ કરી શકી નથી. તેને 7 સીટ પર જીત મળી છે. જો કે, શિંદે મરાઠા છે, પરંતુ તેમની પહોંચ થાણે-કલ્યાણ ક્ષેત્ર સુધી જ સીમિત છે. NCPના એક નેતાએ કહ્યું કે, શિંદે પાસે મહાગઠબંધનને નેતૃત્વ કરવાનું ચમત્કાર નથી. વિધાનસભા ચૂંટણીમાં અજીત પવાર જ જીતી શકે છે. જો કે, તેમના ખાતામાં માત્ર એક સીટ છે એટલે અજીત પવારના મુખ્યમંત્રી કે મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરવાની સંભાવના ઘણી ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp