LIVE: મતગણતરીની પળે-પળની અપડેટ, કોણ આગળ, કોણ જીત્યું, તમામ માહિતી એક ક્લિક પર

PC: khabarchhe.com

આખા દેશમાં લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના પરિણામોના એક દિવસ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને 7 ચરણોની ચૂંટણી પ્રક્રિયા બાબતે વાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે ભારતમાં 642 મિલિયન મતદાતા છે. આ સંખ્યા વિશ્વના 27 દેશોના વૉટર્સથી 5 ગણી છે. આ ચૂંટણીમાં 64 કરોડ કરતા વધુ લોકોએ મતદાન કર્યું. આપણે આ ચૂંટણીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

તેમણે કહ્યું કે, અમે ભારતના મતદાતાઓને સ્ટેન્ડિંગ ઓવશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના વોટ લીધા છે. 85 વર્ષથી ઉપરના ઉંમરવાળા મતદાતાઓએ ઘરે બેસીને વોટ આપ્યા. 1.5 કરોડ મતદાન અને સુરક્ષા કર્મીઓની અવરજવર માટે 135 વિશેષ ટ્રેન, 4 લાખ વાહનો અને 1692 ફ્લાઇટ્સનો ઉપયોગ કર્યો. 68,763 મોનિટરિંગ રૂમ ચૂંટણીની દેખરેખમાં લાગ્યા હતા. ભારતીય ચૂંટણી પંચની સફળતાના વિસ્તારનો ઉલ્લેખ કરતા રાજીવ કુમારે બધાનો આભાર માન્યો.

છૂટક ઘટનાઓને છોડી દઈએ તો આખા દેશમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી. કોઈ એવું ન બચ્યું જેમનો હેલિકોપ્ટર ચેક ન થયો હોય. ચૂંટણી અધિકારીઓને અમારા તરફથી સંદેશ હતો કે પોતાનું કામ કરવાનું છે, કોઇથી ડરવાનું નથી. તેનું જ પરિણામ છે કે 10 હજાર કરોડની રકમ પકડાઈ, જે વર્ષ 2019માં જપ્ત કરવામાં આવેલી રકમની લગભગ 3 ગણી વધારે છે. આ તૈયારી પાછળ 2 વર્ષની સખત મહેનત છે. તમને આ બધુ બતાવવાનો અર્થ હતો કે ક્યાંક અમારી મહેનત ગુમ ન થઈ જાય.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, આ IPL દરમિયાન મતદાનને લઈને લોકો વચ્ચે જાગૃતિ ફેલાવવામાં આવી. સચિન તેંદુલકર અને અન્ય મોટા સેલિબ્રિટીઓએ ચૂંટણી જાગૃતિમાં અમારી મદદ કરી. અમે 26 સ્પેશિયલ પોલિંગ સ્ટેશન બનાવીને લોકોને મતદાન કરવાનું શીખવ્યું. આ વખત માત્ર 39 જગ્યાઓ પર રી-પોલિંગની જરૂરિયાત પડી. જ્યારે 2019માં 540 બૂથો પર રી-પોલિંગ થઈ હતી. 64 કરોડ કરતા વધુ મતદાતાઓએ ઉદાસીનતાની જગ્યાએ હિસ્સેદારી પસંદ કરી. શંકાની જગ્યાએ વિશ્વાસને પસંદ કર્યો અને કેટલાક મામલામાં ગોળીની જગ્યાએ બેલેટને પસંદ કર્યા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

04 Jun, 2024
07:32 PM
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 7.30 વાગ્યા સુધીમાં ભાજપ 239 અને કોંગ્રેસ 99 સીટ પર આગળ
PC: c
04 Jun, 2024
07:01 PM
વારાણસી સીટ પર PM નરેન્દ્ર મોદીનો 152513 મતે વિજય, 2019મા આ સીટ પર તેઓ 479505 મતે જીતેલા, કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 460457 મત મળ્યા
PC: k
04 Jun, 2024
06:55 PM
UPની સુલતાનપુર સીટ પર ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીની હાર
04 Jun, 2024
06:35 PM
અમેઠી સીટ પરથી સ્મૃતિ ઈરાનીનો પરાજય
PC: x.com/smritiirani
04 Jun, 2024
06:13 PM
ગાંધીનગર બેઠક પર અમિત શાહ 744716 મતથી જીત્યા
04 Jun, 2024
06:04 PM
આ પરિણામ જનતાનું રિઝલ્ટ છે, મોદીજીની વિરુદ્ધમાં મેન્ડેટ છે તે સ્પષ્ટ છે. આ તેમની મોરલ અને પોલિટિકલ હાર છેઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
PC: livemint.com
04 Jun, 2024
06:02 PM
કોંગ્રેસ નેતા શશિ થરૂરે કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખરને 16077 મતે હરાવ્યા
04 Jun, 2024
05:42 PM
પશ્ચિમ બંગાળની બેહરામપુર સીટ પર કોંગ્રેસના નેતા અંધીર રંજન ચૌધરીને હરાવી યુસુફ પઠાણ વિજેતા
04 Jun, 2024
05:04 PM
જમ્મુ-કાશ્મીરના બંને પુર્વ CM મેહબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહની હાર
PC: dailyexcelsior.com
04 Jun, 2024
03:49 PM
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 3.45 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપ 11 અને કોંગ્રેસ 12 સીટ પર આગળ, ઉદ્ધવ 10, શરદ પવાર 7 સીટ પર આગળ
04 Jun, 2024
03:23 PM
કંગના રણૌતે કહ્યું- અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ
[removed][removed]
04 Jun, 2024
03:22 PM
મેં ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે કોઈ વાત નથી કરીઃ શરદ પવાર
04 Jun, 2024
03:09 PM
ગુજરાતમાં વર્ષો બાદ કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરનો વિજય, ગુજરાત કોંગ્રેસની ટ્વીટ
PC: k
04 Jun, 2024
02:31 PM
રાહુલ ગાંધી સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે
04 Jun, 2024
02:24 PM
જો બધું બરાબર રહેશે તો અમે ચોક્કસપણે 295 સુધી પહોંચીશું. ચૂંટણી પંચની વેબસાઇટ પર પરિણામો સમયસર અપલોડ નથી થતા? અમને વિશ્વાસ છે કે અમે સરકાર બનાવવાની સ્થિતિમાં આવીશુંઃ કોંગ્રેસ નેતા પવન ખેડા
04 Jun, 2024
02:22 PM
કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા રાહુલ ગાંધી
[removed][removed]
04 Jun, 2024
01:40 PM
ઉત્તર પ્રદેશમાં ગઠબંધનની આંધી, INDIA ગઠબંધન 45 સીટ પર આગળ, ભાજપ 32 સીટ પર આગળ
04 Jun, 2024
01:26 PM
બિહારની પટના સાહિબ બેઠક પરથી ભાજપના રવિશંકર પ્રસાદ 54190 મતોથી આગળ
04 Jun, 2024
01:04 PM
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 1 વાગ્યા સુધીમાં ભાજપ 244 અને કોંગ્રેસ 94 સીટ પર આગળ
PC: c
04 Jun, 2024
12:30 PM
12.30 સુધીના આંકડા મુજબ NDA 290 સીટ અને INDIA ગઠબંધન 234 સીટ પર આગળ
04 Jun, 2024
12:13 PM
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 5500 પોઈન્ટ્સનો કડાકો
04 Jun, 2024
11:48 AM
બારામુલા સીટ પર ઓમર અબદુલ્લાહ 58 હજાર મતથી પાછળ
04 Jun, 2024
11:43 AM
ગુજરાતની પાટણ સીટ પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર 17 હજાર મતથી આગળ
04 Jun, 2024
11:18 AM
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 11.15 વાગ્યા સુધીમાં ભાજપ 238 અને કોંગ્રેસ 97 સીટ પર આગળ
04 Jun, 2024
11:10 AM
શેરબજારમાં મોટું ગાબડું, સેન્સેક્સમાં 3500 પોઈન્ટ્સનો કડાકો
PC: k
04 Jun, 2024
11:07 AM
આઠમાં રાઉન્ડના ગણતરીના અંતે BJPના મનસુખ વસાવા 74,879 મતોથી આગળ
04 Jun, 2024
10:57 AM
પાટણ લોકસભા બેઠકમાં 4 રાઉન્ડના અંતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર 10,842 મતોથી આગળ
04 Jun, 2024
10:49 AM
રાયબરેલીમાં રાહુલ ગાંધી 50589 મતોથી આગળ
04 Jun, 2024
10:46 AM
અમેઠીમાં સ્મૃતિ ઈરાની 18576 મતોથી પાછળ
PC: x.com/smritiirani
04 Jun, 2024
10:22 AM
અમરાવતી સીટ પર ભાજપના ઉમેદવાર નવનીત રાણા પાછળ
PC: businesstoday.in
04 Jun, 2024
09:57 AM
બનાસકાંઠામાં ગેનીબેન 4971 મતથી આગળ, ભાજપના રેખાબેન પાછળ
PC: k
04 Jun, 2024
09:52 AM
મથુરાથી હેમા માલિની આગળ
PC: indiatoday.in
04 Jun, 2024
09:49 AM
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું મત ગણતરીનું વર્ચ્યુઅલ મોનિટરિંગ કરવા માટે અમારી ટીમો કંટ્રોલ રૂમમાં હાજર છે. અમારી વેબસાઇટને પ્રતિ સેકન્ડ 2 લાખ હિટ્સ મળી રહી છે
04 Jun, 2024
09:42 AM
ઉત્તર પ્રદેશમાં NDA 34 સીટો પર, INDIA. ગઠબંધન 43 સીટો પર આગળ
04 Jun, 2024
09:40 AM
મેરઠ સીટથી રામાયણ શોના રામ અરૂણ ગોવિલ 6 હજાર મતથી પાછળ
04 Jun, 2024
09:37 AM
ચૂંટણી પંચના આંકડા મુજબ વારાણસી સીટ પર PM નરેન્દ્ર મોદી 4998 મતથી પાછળ, કોંગ્રેસના અજય રાય આગળ #ElectionsResults #Khabarchhe #LoksabhaElection2024 #Varanasi
PC: k
04 Jun, 2024
09:27 AM
અમેઠીમાં સ્મૃતિ ઈરાની પાછળ
04 Jun, 2024
09:24 AM
અમરેલીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા આગળ
04 Jun, 2024
09:18 AM
9.15 સુધીના આંકડા મુજબ INDIA ગઠબંધન 200 સીટ પાર
PC: x.com/airnews_abad
04 Jun, 2024
09:14 AM
પશ્ચિમ બંગાળમાં ભાજપ 19 અને TMC 17 સીટ પર આગળ
04 Jun, 2024
09:12 AM
તામિલનાડુની તિરુનેલવેલી સીટ પર સ્ટ્રોંગ રૂમની ચાવી ખોવાઈ ગઈ
04 Jun, 2024
09:11 AM
ગુજરાતની બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, જામનગર અને પાટણ બેઠક પર કોંગ્રેસ આગળ
04 Jun, 2024
09:09 AM
9.10 વાગ્યા સુધી 266 પર NDA અને 194 પર INDIA ગઠબંધન આગળ
04 Jun, 2024
09:05 AM
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 9 વાગ્યા સુધીમાં ભાજપ 76 અને કોંગ્રેસ 25 સીટ પર આગળ
PC: kc
04 Jun, 2024
08:59 AM
મંડી સીટ પર કંગના રણૌત 1294 મતથી આગળ
04 Jun, 2024
08:59 AM
રાજસ્થાનમાં ભાજપ 14 અને કોંગ્રેસ 6 સીટ પર આગળ
04 Jun, 2024
08:57 AM
રાજકોટમાં પરસોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ
04 Jun, 2024
08:56 AM
બનાસકાંઠા બેઠક પર ગેનીબેન આગળ
04 Jun, 2024
08:54 AM
પૂર્વ CM અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે EVM બદલવાની ફરિયાદ કરી
PC: c
04 Jun, 2024
08:50 AM
8.50 વાગ્યા સુધી 254 પર NDA અને 159 પર INDIA ગઠબંધન આગળ
04 Jun, 2024
08:40 AM
ગાંધીનગર સીટથી અમિત શાહ 35 હજાર મતથી આગળ
04 Jun, 2024
08:36 AM
નવસારી બેઠક પર સી.આર. પાટીલ 10 હજાર મતથી આગળ
04 Jun, 2024
08:32 AM
બહરામપુરથી યુસુફ પઠાણ આગળ, અધીર રંજન ચૌધરી પાછળ
04 Jun, 2024
08:31 AM
અમદાવાદમાં મતગણતરી શરૂ
[removed][removed]
04 Jun, 2024
08:28 AM
હરિયાણાની કરનાલ સીટ પર ભાજપના ઉમેદવાર મનોહર લાલ ખટ્ટર પાછળ
04 Jun, 2024
08:28 AM
વારાસણી સીટ પર PM મોદી આગળ
04 Jun, 2024
08:28 AM
તિરુવનંતપુરમ સીટથી કોંગ્રેસના શશિ થરૂર આગળ
04 Jun, 2024
08:28 AM
કન્નૌજ સીટથી અખિલેશ યાદવ આગળ
04 Jun, 2024
08:27 AM
વાયનાડ સીટથી રાહુલ ગાંધી આગળ
04 Jun, 2024
08:25 AM
બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે, જેમાં NDA 100 સીટ પર અને INDIA ગઠબંધન 61 સીટ પર આગળ ચાલી રહ્યું છે

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp