મલ્લિકાર્જૂન ખરગેએ જણાવ્યું ગઠબંધનમાં PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોણ હશે ચહેરો

PC: ibc24.in

2024ની લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ મોટો દાવો કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વિપક્ષી ગઠબંધન INDIA બનાવવાનો આઇડિયા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો નહોતો. આ ગઠબંધનને બનાવવા અને લોકોને એકજૂથ કરવાનો સાચો પ્રયાસ રાહુલ ગાંધીનો હતો. કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જૂન ખરગેએ એ પણ જણાવ્યું કે આ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની તરફથી ચહેરો કોણ હશે. ABP ન્યૂઝ ચેનલના શિખર સંમેલનમાં શુક્રવાર (29 માર્ચ 2024)ના રોજ મલ્લિકાર્જૂન ખરગેએ જણાવ્યું કે, INDIA ગઠબંધનનો આઇડિયા નીતિશ કુમારનો નહોતો.

મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, થયું એવું હતું કે મારા ઘરે રાહુલ ગાંધીએ કહ્યું આપણે બધાને ભેગા કરવાના છે, ત્યારબાદ નક્કી થયું કે, દરેક નેતાને બોલાવીને આપણે લોકો વાતચીત કરીશું અને તેમને કોમન મિનિમમ પ્રોગ્રામ પર લડવા કહીશું. અમે એ હેઠળ ઘણા નેતાઓને ઘરે બોલાવ્યા જેમાં શરદ પવાર, તેજસ યાદવ, નીતિશ કુમાર DMKના લોકો સામેલ હતા. અમે આ પ્રકારે વિભિન્ન પાર્ટીઓના લોકો સાથે વાત કરી હતી. આ તો વધારેલી ચઢાવેલી વાત છે કે નીતિશ કુમાર તેની પાછળ છે. હકીકતમાં તો અમે બધાને બોલાવીને બેઠક કરી અને એકત્ર કર્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં કોણ હશે કોંગ્રેસનો ચહેરો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ તરફથી ચૂંટણીમાં ચહેરાને લઈને થયેલા સવાલ પર મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, તમારી (BJPવાળાઓના સંદર્ભમાં) પાસે એક નરેન્દ્ર મોદી હશે, પરંતુ અમારી પાસે 140 કરોડ જનતા છે. તો જનતા આ વખત નિર્ણય કરશે. અમે તેના નિર્ણય આગળ માથું ઝુકાવીશું. તેઓ તેમના મોદી છે. તેઓ ભાજપના મોદી છે. તેઓ પૂંજીવાદીઓના મોદી છે. ખેડૂતો, ગરીબો, વિદ્યાર્થીઓ અને મહેનતુ લોકોના મોદી નથી.

જો મોદીની વિચારધારા હોત, તો કેવી રીતે ટકા લોકો 50 ટકા આવક હાંસલ કરી લે છે. આજે મિડલ ક્લાસવાળા પણ મોંઘવારીથી પરેશાન છે, એ લોકો તેમની કોઈ વાત કરતા નથી. મલ્લિકાર્જુન ખરગેએ મોદી સરકાર તરફથી કરવામાં આવેલા વાયદાને લઈને પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વાયદા કર્યા હતા, તેમને ગ્રાઉન્ડ પર જઈને જોયા બાદ ખબર પડી જશે કે કેટલું કામ થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp