‘ક્યારેય પણ પડી શકે છે NDA સરકાર’, ખરગેના નિવેદન બાદ JDU નેતાનો જોરદાર પલટવાર
લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ કોંગ્રેસનું મનોબળ મજબૂત છે. ભલે NDA ગઠબંધને સરકાર બનાવી લીધી હોય, પરંતુ INDIA ગઠબંધન 234 સીટો જીતવામાં સફળ રહ્યું. ભાજપને નીતિશ કુમારની પાર્ટી JDU અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDPના સહારે સરકાર ચલાવવી પડી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ મોદી સરકાર અને ભાજપ પર પ્રહાર કર્યો છે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું કે, NDA સરકાર ગમે ત્યારે પડી શકે છે.
તેમણે કહ્યું કે, NDA સરકાર ભૂલથી બની છે. મોદીજી પાસે જનાદેશ નથી. આ લઘુમતની સરકાર છે. આ સરકાર ગમે ત્યારે પડી શકે છે. અમે ઈચ્છીએ છીએ કે તે ચાલતી રહે. દેશ માટે એ સારું હશે. RJD પ્રવક્તા એજાજ અહમદે ખરગેના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, ખરગે સાચું કહી રહ્યા છે. જનાદેશ મોદી સરકાર વિરુદ્ધ હતો. મતદાતાઓએ તેમને સ્વીકાર કર્યા નથી. છતા તેઓ સત્તામાં આવ્યા.
#WATCH | Bengaluru, Karnataka: Congress national president Mallikarjun Kharge says, "NDA government has been formed by mistake. Modi ji doesn't have the mandate. It's a minority government. This government can fall anytime. We would like it to continue, let it be good for the… pic.twitter.com/IdtduFkE3S
— ANI (@ANI) June 14, 2024
મલ્લિકાર્જૂન ખરગેના નિવેદન પર બિહારના પૂર્વ સૂચના અને જનસંપર્ક મંત્રી અને JDUના MLC નીરજ કુમારનો જવાબ આવ્યો. તેમણે પી.વી. નરસિંહા રાવ અને મનમોહન સિંહની કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારોના સ્કોરકાર્ડ બાબતે પૂછ્યું. તેમણે પૂછ્યું કે, શું મલ્લિકાર્જૂન ખરગે કોંગ્રેસના વારસાથી વિદિત છે. કોંગ્રેસ અત્યારે 99ના ચક્કરમાં ફસાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ 240 સીટ જીતવામાં સફળ રહી, તો કોંગ્રેસ 99 સીટો પર જીત હાંસલ કરી. જો કે, પરિણામ સામે આવ્યાના 2 દિવસ બાદ એક અપક્ષ સાંસદ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા.
તો કોંગ્રેસના અન્ય નેતાઓ તરફથી પણ એવા જ નિવેદન આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ કહ્યું કે, NDA અને INDIA ગઠબંધન વચ્ચે માત્ર 30 સીટોનું અંતર છે. હું આ જનાદેશને એ પ્રકારે જોઉ છું કે લોકોએ ભાજપને નૈતિક રૂપે હરાવી દીધી છે. ખાસ કરીને વડાપ્રધાન મોદીને. જે વારાણસીમાં ઘણા ચરણોમાં પાછળ રહી ગયા હતા. તેઓ જીતી તો ગયા, પરંતુ એ જીત એટલી સુખદ નહોતી. JDU અને TDP આ સરકારના 2 મહત્ત્વના સ્તંભ છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસના ઘોષણપત્ર બાબતે જુઠ્ઠાનું ફેલાવ્યું. અમને આશા છે કે TDPનું ઘોષણપત્ર વાંચશે. સરકાર બન્યાને હજુ વધારે સમય થયો નથી અને JDUએ અગ્નિવીર યોજનાની સમીક્ષા કરવાની માગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp