શું INDIA ગઠબંધન માટે હજુ પણ બચી છે આશા? જાણો ક્યારે ક્યારે Exit Poll ખોટા પડ્યા
2024ની લોકસભાની ચૂંટણીના અંતિમ ચરણના મતદાન સમાપ્ત થયા બાદ Exit Pollના પરિણામ સામે આવ્યા છે. મોટા ભાગના Exit Pollમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન NDAને બહુમત મળતું દેખાઈ રહ્યું છે. જો કે, વિપક્ષે Exit Pollના પરિણામોને માનવાનો ઇનકાર કરી દીધો છે. ABP ન્યૂઝ C વોટર Exit Poll મુજબ, NDAને 352-383 સીટ, INDIA ગઠબંધનને 152-182 સીટ અને અન્યને 4-12 સીટ મળી શકે છે, પરંતુ દરેક વખત Exit Pollના પરિણામ સાચા સાબિત થતા નથી. ઘણી વખત Exit Pollના આંકડા ખોટા સાબિત થાય છે. ચાલો જાણીએ ક્યારે ક્યારે Exit Poll ખોટા સાબિત થયા.
ક્યારે ક્યારે Exit Pollના દાવા ખોટા પડ્યા?
ઘણી વખત Exit Pollના આંકડા પણ ખોટા સાબિત થયા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ વર્ષ 2004ની લોકસભાની ચૂંટણી છે. આ લોકસભાની ચૂંટણી બાદ બધા Exit Pollsએ અટલ બિહારી વાજપેયી નીત ગઠબંધનની સરકાર બનવાનો દાવો કર્યો હતો. આ દરમિયાન તેમને 240-280 સીટ આપવામાં આવી રહી હતી, જ્યારે કોંગ્રેસના ગઠબંધનને 180-190 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, પરંતુ પરિણામ તેની વિરુદ્ધ આવ્યા હતા.
પરિણામોમાં ભાજપના ગઠબંધનને 181 સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસે 218 સીટ જીતીને સરકાર બનાવી હતી. 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ Exit Pollના આંકડા ખોટા સાબિત થયા હતા. આ દરમિયાન બધાએ ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર બતાવી હતી, પરંતુ પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ કોંગ્રેસ ગઠબંધનને 262 સીટ મળી હતી, જ્યારે ભાજપ 159 સીટ પર જીત હાંસલ કરવામાં સફળ રહી હતી.
2014ની લોકસભાની ચૂંટણીમાં પણ Exit Polls ઘણી હદ સુધી ખોટા સાબિત થયા હતા. બધાએ NDAને 270-280 સીટ મળવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ NDAએ 336 સીટો પર જીત હાંસલ કરી હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના Exit Poll અને અસલી પરિણામોમાં પણ ખૂબ અંતર જોવા મળ્યું હતું. બધા Exit Pollsએ ત્યારે ભાજપ નીત ગઠબંધનને 280-300 સીટ સુધી જીતવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ NDAએ ત્યારે 352 સીટ જીતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp