મેરઠ લોકસભા બેઠક: રામજન્મ આંદોલન પછી આ બેઠક પર BJPનો કબ્જો છે

PC: indiatoday.in

ઉત્તર પ્રદેશની મેરઠ લોકસભા બેઠક આ વખતે ચર્ચામાં છે, કારણકે ટીવીની રામાયણ સિરિયલના રામ અરૂણ ગોવિલે ભાજપે આ વખતે મેરઠ બેઠક પરથી ટિકિટ આપી હતી. 26 એપ્રિલે આ બેઠક પર મતદાન થયું હતું અને 60 ટકા જેટલું વોટિંગ થયું હતું.

ભાજપના અરૂણ ગોવિલ સામે સમાજવાદી પાર્ટીના સુનિતા વર્મા અને બસપાના દેવવ્રત ત્યાગી મેદાનમાં હતી. મેરઠ લોકસભામાં 5 વિધાનસભા આવે છે. જેમાં કિઠૌર, મેરઠ કેંટ, મેરઠ દક્ષિણ, મેરઠ શહેર અને હાપુડ. 5માંથી 4 વિધાનસભા ભાજપ જીતેલું છે અને મેરઠ શહેરની એક બેઠક સમાજવાદી પાર્ટી પાસે છે.

પહેલી લોકસભા ચૂંટણી કોંગ્રેસે જીતેલી એ પછી 1967માં સમાજવાદી પાર્ટી જીતેલી, પરંતુ 1990માં રામજન્મ ભૂમિ આંદોલન પછી મેરઠ ભાજપનો ગઢ બની ગઇ છે. 65 ટકા હિંદુ મતદારો અને 35 ટકા મુસ્લિમ મતદારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp