BJP અને શિવસેના વચ્ચે ફસાયા NCPના ઉમેદવાર! પવારે સીટ માટે કેમ રાહ જોવી પડે છે?

PC: livehindustan.com

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પહેલા NCP (અજિત પવાર)ને સીટ શેરિંગ ફોર્મ્યુલા માટે લાંબી રાહ જોવી પડશે. કારણ કે, નાસિક અને ધારાશિવની લોકસભા બેઠકોને લઈને શિવસેના અને NCP વચ્ચે ખેંચતાણની સ્થિતિ જોવા મળી રહી છે. NCP (અજિત પવાર)ના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે સોમવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં નાસિક અને ધારાશિવ સીટોના ઉમેદવારોની જાહેરાત કરવા જઈ રહ્યા હતા, પરંતુ તે અચાનક રદ કરવામાં આવી હતી. તેનું કારણ શિવસેનાનું વધતું દબાણ હોવાનું કહેવાય છે.

NCP (અજિત પવાર)એ અત્યાર સુધીમાં ત્રણ સ્થળોએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં અજિત પવારની પત્ની સુનેત્રા પવાર બારામતી, શિરુરથી શિવાજીરાવ આઢલરાવ પાટીલ અને રાયગઢથી સુનીલ તટકરેના નામ જાહેર કરવામાં આવ્યા છે. હવે અજિત પવાર જૂથ દરેક બેઠક માટે તણાવપૂર્ણ વાટાઘાટોનો સામનો કરી રહ્યું છે. અજિત પવારના જૂથે ઓછામાં ઓછી 7 થી 8 બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેમાં ભંડારા ગોંદિયા અને ગઢચિરોલી બેઠકોનો પણ સમાવેશ થાય છે. પરંતુ ત્યાં BJPએ માત્ર પોતાના વર્તમાન સાંસદોને જ મેદાનમાં ઉતાર્યા છે અને આજે નાસિક અને ધારાશિવ લોકસભા સીટ પરથી ઉમેદવારોની જાહેરાત પણ મોકૂફ રાખવામાં આવી છે.

વર્તમાન સાંસદ હેમંત ગોડસે નાસિક લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માંગે છે, પરંતુ NCPએ આ બેઠક પર દાવો કર્યો છે અને ત્યાંથી અગ્રણી OBC નેતા છગન ભુજબળને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે. આનું કારણ જણાવતા NCP નેતાઓ કહે છે કે, નાસિક લોકસભાની છ વિધાનસભા બેઠકોમાંથી બેમાં NCP ધારાસભ્યો છે અને બાકીની ત્રણમાં BJPના ધારાસભ્યો છે. એક સીટ કોંગ્રેસના ધારાસભ્યે જીતી છે. હવે જો સંખ્યાની ગણતરી કરીએ તો અહીં શિવસેના (શિંદે)ની તાકાત ઘણી ઓછી છે. તેથી આ બેઠક રાષ્ટ્રવાદીને આપવી જોઈએ. 2009માં છગન ભુજબળના ભત્રીજા સમીર ભુજબળ આ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. પરંતુ શિવસેનાના સાંસદ હેમંત ગોડસેએ આ વર્તમાન સીટ પર પોતાનો દાવો રજુ કર્યો છે. અને કોઈ પણ સંજોગોમાં સીટ ન ગુમાવે તે માટે છેલ્લા એક સપ્તાહથી CMના સત્તાવાર નિવાસસ્થાનના ચક્કર લગાવતા રહ્યા.

2022માં ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરનાર અને CM એકનાથ શિંદે સાથે જોડાયેલા 13 સાંસદોનું CM પર ખૂબ દબાણ હેઠળ છે. તેમનું કહેવું છે કે, તેમણે પોતાની રાજકીય કારકિર્દી દાવ પર લગાવીને CM શિંદે સાથે આવવાનો નિર્ણય કર્યો હતો. હવે CM શિંદેની જવાબદારી બને છે કે, તેઓ BJPથી પોતાની સીટ બચાવે, એમ સાંસદોનું માનવું છે. આ દબાણને કારણે CM શિંદેએ પહેલા 8 ઉમેદવારોની યાદીમાં રામટેકથી કૃપાલ તુમાને સિવાય તમામ વર્તમાન સાંસદોને ટિકિટ આપી છે.

NCP ધારાશિવ લોકસભા સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતારવા માંગે છે. ત્યાંના વર્તમાન સાંસદ ઓમરાજે નિમ્બાલકર ઠાકરે જૂથ સાથે છે અને NCP આ બેઠક પર શિવસેના સામે ચૂંટણી લડી રહી છે. પરંતુ હવે શિવસેના (શિંદે) અને BJP બંને આ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. જીતની બાબતમાં NCP કે શિવસેના (શિંદે) પાસે એવો કોઈ ઉમેદવાર નથી જે અહીંથી ઓમરાજને ટક્કર આપી શકે. તેથી હવે BJPએ આ જગ્યાનો નિર્ણય પેન્ડિંગ રાખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp