બિહારથી કંઇ પાર્ટીને મોદી કેબિનેટમાં મળશે જગ્યા? અંતે બની ગયો ફોર્મ્યૂલા

PC: ndtv.com

નરેન્દ્ર મોદી વડાપ્રધાનના રૂપમાં પોતાના સતત ત્રીજા કાર્યકાળ માટે તૈયાર છે. રાષ્ટ્રપતિ ભવનમાં કાલે સાંજે તેઓ પોતાના મંત્રીમંડળ સાથે શપથગ્રહણ કરશે. બિહારથી કેન્દ્રીય મંત્રીમંડળમાં કોણ કોણ સામેલ હશે, તેનો ફોર્મ્યૂલા NDAના સ્થાનિક નેતાઓએ તૈયાર કરી લીધો છે. બિહારમાં ભાજપ, JDU સિવાય ચિરાગ પાસવાનની LJP (રામવિલાસ), જિતન રામ માંઝીની હિન્દુસ્તાન આવામ મોરચા (સેક્યૂલર) અને ઉપેન્દ્ર કુશવાહની રાષ્ટ્રીય લોક મોરચા સામેલ છે. જો કે, RLM કારાકાટ સીટ ન જીતી શકી, જ્યાંથી તેમના નેતા ઉપેન્દ્ર કુશવાહ NDAના સત્તાવાર ઉમેદવાર હતા.

હવે જે સમાચાર સામે આવી રહ્યા છે એ મુજબ, બિહાર સરકારમાં જે ફોર્મ્યૂલા પર મંત્રિપરિષદની રચના થઈ છે, કેન્દ્રમાં પણ એ જ રીતે મંત્રી બનાવવામાં આવશે એટલે કે બિહાર ભાજપના જેટલા સાંસદ મંત્રી બનશે, એટલા જ JDUના સાંસદ પણ મંત્રી બનશે. JDU અને ભાજપ અલગ અલગ જાતિગત સમીકરણના હિસાબે મંત્રી પદ માટે પોતાના સાંસદોની પસંદગી કરશે. ઉદાહરણ તરીકે જો ભાજપના કોટાથી યાદવ જાતિના કોઈ સાંસદ મંત્રી બનાવવામાં આવશે તો JDUના કોઈ યાદવ સાંસદ મંત્રી નહીં બને. LJP અને HAMને 1-1 મંત્રી પદ મળશે. બિહારમાં NDAએ 40માંથી 30 સીટ જીતી છે, તેમાં ભાજપની 12, JDUની 12, LJP (RV)ની 5 અને HAM(S)ની 1 સીટ છે.

વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળા નવા મંત્રીપરિષદમાં બિહાર અને આંધ્ર પ્રદેશનું વધુ પ્રતિનિધિત્વ કરી શકે છે. જો કે, સરકારમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ ઓછું થઈ શકે છે કેમ કે ભાજપની 29 સીટો ઓછી થઈ છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં 72 સભ્યોના મંત્રીપરિષદમાં ઉત્તર પ્રદેશના 12 સાંસદ મંત્રી હતા. તેમાંથી એક સ્મૃતિ ઈરાની, મહેન્દ્ર નાથ પાંડે, સંજીવ બાલિયાન, કૌશલ કિશોર જેવા કેટલાક મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. મહારાષ્ટ્રમાં નિવર્તમાન મંત્રી પરિષદમાં 9 મંત્રી હતા.

મહારાષ્ટ્રમાં આ વખત NDA 48 સીટોમાંથી માત્ર 17 સીટો જ જીતી શકી. તો 2019માં NDA (અવિભાજિત શિવસેના અને ભાજપ)એ 42 સીટો (અમરાવતી સહિત જ્યાં NDA સમર્થિત ઉમેદવારોએ જીત હાંસલ કરી હતી) જીતી હતી. જાણકારો મુજબ લોકસભામાં 12 અને રાજ્યસભામાં 4 સાંસદોમાંથી સંજય કુમાર ઝા સામેલ છે જે બુધવારે NDA નેતાઓની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે હતા. બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર પણ NDAની બેઠકમાં સામેલ હતા.

હરિવંશ JDUના 4 રાજ્યસભા સાંસદોમાંથી એક છે. જો કે, તેઓ રાજ્યસભાના ઉપસભ્યપતિ છે અને એટલે તેઓ મંત્રી પદની દાવેદારીમાં નથી. JDUના જે સાંસદોને કેન્દ્રમાં મંત્રી બનાવી શકાય છે તેમાં રાજીવ રંજન ‘લલન સિંહ’ અને કૌશલેન્દ્ર કુમાર સામેલ છે. લલન સિંહ મુંગેરથી જીત્યા છે, જ્યારે કૌશલેન્દ્ર કુમાર બિહારમાં નીતિશના ગૃહ જિલ્લા નાલંદાથી જીતીને લોકસભા પહોંચ્યા છે.

HAMના મુખિયા જિતન રામ માંઝી ગયાથી લોકસભા પહોંચ્યા છે અને તેમને પણ મોદી સરકારમાં જગ્યા મળી શકે છે. LJP(RV)ના ચિરાગ પાસવાનને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. જો કે, ચિરાગે કહ્યું કે, તેમની પાર્ટીનું ભાજપ અને વડાપ્રધાન મોદીને શરત વિના સમર્થન છે. LJP (RV)એ બિહારમાં પોતાના ખાતાની બધી 5 લોકસભા સીટો જીતી છે. શુક્રવારે NDA સંસદીય દાળની બેઠકમાં TDPના અધ્યક્ષ એન. ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે NDAના નેતાના રૂપમાં વડાપ્રધાન મોદીના નામને સમર્થન કર્યું. નીતિશે આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન બિહારના વિકાસનું ધ્યાન રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp