'કોંગ્રેસ સાથે ન તો લવ મેરેજ કે ન તો એરેન્જ્ડ...', CM કેજરીવાલે ગઠબંધન પર કહ્યું

PC: aajtak.in

એક મીડિયા ચેનલ સાથે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે પંજાબમાં ભવિષ્યથી લઈને લોકસભા ચૂંટણી સુધીની દરેક બાબત પર ખુલીને ચર્ચા કરી છે. તેમણે BJP પર પણ નિશાન સાધ્યું અને 4 જૂને કેન્દ્રમાં INDIA બ્લોકની સરકાર બનાવવાનો દાવો કર્યો. CM કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે, દિલ્હીમાં બંને પક્ષો એકસાથે ચૂંટણી લડી રહ્યા હોવા છતાં, કોંગ્રેસ સાથે AAPનું ગઠબંધન કાયમી નથી. CM કેજરીવાલે કહ્યું કે, ચોથી જૂને ચોંકાવનારા પરિણામોની રાહ જોવાઈ રહી છે. વિપક્ષી ગઠબંધન 'INDIA બ્લોક' લોકસભા ચૂંટણી જીતશે.

કોંગ્રેસ સાથે AAPનું ગઠબંધન ક્યાં સુધી ચાલશે? આ સવાલ પર CM કેજરીવાલે કહ્યું કે, અમે કંઈ લગ્ન થોડા કર્યા છે. અમારા લગ્ન નથી થયા. ન અમે એરેન્જ લગ્ન કર્યા નથી. ન અમે લવ મેરેજ કર્યા. અમે દેશને બચાવવા માટે 4 જૂન સુધી ચૂંટણી લડવા સાથે આવ્યા છીએ. બસ. તેને નામ આપવાની શું જરૂર છે? તેમણે કહ્યું કે, હાલમાં અમારો ઉદ્દેશ્ય BJPને હરાવવાનો છે.

દિલ્હી-ચંદીગઢમાં કોંગ્રેસ સાથે અને પંજાબમાં અલગ-અલગ ચૂંટણી લડવાના સવાલ પર CM કેજરીવાલે કહ્યું કે, આ સમયે દેશને બચાવવો જરૂરી છે. BJPને હરાવવા માટે અમારે જ્યાં પણ સાથે આવવું પડ્યું ત્યાં અમે સાથે આવ્યા. જેથી BJP સામે ઉમેદવાર આપી શકાય. પંજાબમાં BJPનું અસ્તિત્વ નથી. એટલા માટે અમે પંજાબમાં અલગથી લડી રહ્યા છીએ. 4 જૂન પછી આગળ શું કરવું તે અમે નક્કી કરીશું. આ સમયે દેશના બંધારણ અને લોકશાહીને બચાવવી જરૂરી છે. જનતા અમારા નિર્ણયને આવકારી રહી છે. આ પ્રશ્ન અમને કોઈએ પૂછ્યો નથી.

લોકસભા ચૂંટણીમાં, AAP અને કોંગ્રેસે દિલ્હીની તમામ સાત બેઠકો પર ગઠબંધન કર્યું હતું અને બેઠકોની વહેંચણી દ્વારા ચૂંટણી લડી હતી. ચંદીગઢમાં પણ AAP કોંગ્રેસના ઉમેદવાર મનીષ તિવારીને સમર્થન આપી રહી છે. જો કે પડોશી રાજ્ય પંજાબમાં બંને પક્ષો એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે.

AAPના વડા CM કેજરીવાલે કહ્યું કે તેઓ ડરશે નહીં અને દિલ્હીના CM પદ પરથી રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન જ નથી. દિલ્હી લિકર પોલિસી કેસમાં તેમની ધરપકડ પર CM કેજરીવાલે કહ્યું, મારા માટે જેલમાં પાછા જવું એ કોઈ મુદ્દો નથી. આ દેશનું ભવિષ્ય દાવ પર છે. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે મને જેલમાં પુરી શકે છે, હું ડરતો નથી. તેમણે વધુમાં કહ્યું કે, BJP આ ઈચ્છે છે, તેથી દિલ્હીના CM પદ પરથી રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન જ નથી.

જો કે, CM કેજરીવાલે AAP રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલને સંડોવતા કથિત હુમલાના કેસ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, આ મામલો કોર્ટમાં છે. CM કેજરીવાલે કહ્યું, એક બાજુ તેમની છે અને બીજી બાજુ વિભવની છે. મને લાગે છે કે કોર્ટે વિચાર કરવો જોઈએ અને ન્યાય આપવો જોઈએ. અત્યાર સુધી વિભવ પર માત્ર આરોપો જ છે. આ આરોપો સાબિત થયા નથી. તેવી જ રીતે વિભવે જે કહ્યું છે તે પણ એક બાજુ છે. બંને પક્ષો છે. ન્યાયાધીશને ન્યાય કરવા દો.

દિલ્હીના CMએ તેમના આક્ષેપને પુનરાવર્તિત કર્યો કે, જો BJP સત્તામાં પાછો ફરે છે, તો PM ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથની રાજકીય કારકિર્દીનો અંત લાવશે. તેમણે કહ્યું કે, હું મારા સ્ટેન્ડ પર અડીખમ છું, કે જો PM મોદી જીતશે તો CM યોગી આદિત્યનાથનું ભવિષ્ય શંકાના ઘેરામાં આવી જશે. BJPએ આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. અહીં તમને જણાવી દઈએ કે, CM કેજરીવાલે અનેક અવસરો પર દાવો કર્યો છે કે, જો BJP આ વખતે સામાન્ય ચૂંટણી જીતશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આગામી PM બનાવવામાં આવશે અને CM યોગી આદિત્યનાથને UPના CM પદ પરથી હટાવી દેવામાં આવશે.

CM કેજરીવાલ હાલમાં વચગાળાના જામીન પર બહાર છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર CM કેજરીવાલે 2 જૂને જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે. AAP સુપ્રીમોને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp