શું આ વખતે ટૂટી જશે બધા રેકોર્ડ, જાણો સરવેમાં કોને કેટલી સીટ મળશે

PC: twitter.com/narendramodi

લોકસભાની ચૂંટણી અગાઉ એક ન્યૂઝ ચેનલ દ્વારા જનતાનો રાજનીતિનો મિજાજ જાણવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે. ઓપિનિયન પોલ મુજબ, ફરી એક વખત કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળા NDA ગઠબંધનની સરકાર બની શકે છે. તેમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે BJPના નેતૃત્વવાળું NDA ગઠબંધન કેન્દ્રમાં સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત હાંસલ કરી શકે છે અને સીટોની સંખ્યા 400 પાર જઇ શકે છે.

આ ઓપિનિયન પોલમાં 1.18 લાખથી વધુ લોકોના મત સામેલ કરવામાં આવ્યા છે. ઓપિનિયન પોલ મુજબ, 543 સીટોમાંથી NDAને 411 સીટો મળી શકે છે. જ્યારે BJPને રેકોર્ડ 350 સીટો મળવાની સંભાવના છે. જનતા દળ યુનાઇટેડ (JDU) અને તેલુગુ દેશમ પાર્ટી (TDP) સહિત NDAના બાકી ઘટકદળોને 62 સીટો મળી શકે છે. તો વિપક્ષી ગઠબંધન INDIAને 105 સીટો મળવાનું અનુમાન છે. જ્યારે અન્યના ખાતામાં 27 સીટો જઇ શકે છે.

જો વોટિંગ ટકાવારીની વાત કરીએ તો NDA ગઠબંધનને 48 ટકા વોટ મળે તેવું અનુમાન છે. તો વિપક્ષી ગઠબંધન INDIAને 32 ટકા અને અન્યને 20 ટકા વોટ મળી શકે છે. ઓપિનિય પોલ મુજબ, BJPના નેતૃત્વવાળું NDA ગઠબંધન, હિન્દી પટ્ટીમાં પ્રચંડ જીત હાંસલ કરી શકે છે. NDA ઉત્તર પ્રદેશમાં 77, મધ્ય પ્રદેશમાં 28, છત્તીસગઢમાં 10, બિહારમાં 38, ઝારખંડમાં 12 અને કર્ણાટકમાં 25 સીટો પર જીત મળી શકે છે.

તો ઓડિશામાં (13), વેસ્ટ બેંગાલમાં (25), તેલંગાણામાં (8) અને આંધ્ર પ્રદેશમાં (18)માં પણ તેની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થવાની સંભાવના છે. સત્તાધારી NDA ગઠબંધન ગુજરાતમાં પણ બધી 26 સીટો મળવાનું અનુમાન છે. એટલું જ નહીં, NDAને તામિલનાડુમાં 5 અને કેરળમાં 2 સીટો મળવાનું અનુમાન છે. ઓપિનિયન પોલ મુજબ, 2024ની લોકસભાની ચૂંટણીમાં BJP સૌથી મોટી પાર્ટી બનીને સામે આવશે.

આ વખત લોકસભાની ચૂંટણીમાં BJPને 350 સીટો મળી શકે છે. તો NDA ગઠબંધન INDIAની અન્ય સહયોગી પાર્ટીઓને 61 સીટો મળી શકે છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 49 સીટો મળવાની આશા છે અને INDIA ગઠબંધનની સહયોગી પાર્ટીઓને 56 સીટો મળવાનું અનુમાન છે. એ સિવાય અન્નદ્રુમક, BSP, BRS, BJD, YSRCP વગેરે સહિત અન્યને મળીને લગભગ 27 સીટો મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp