ગડકરીથી 3 ગણા અમીર છે તેમના પત્ની, જાણો કેન્દ્રીય મંત્રી પાસે કુલ કેટલી સંપત્તિ

PC: twitter.com

ભારતીય જનતા પાર્ટી (BJP)એ આગામી લોકસભાની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને નાગપુર લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નીતિન ગડકરી નાગપુરથી જ છેલ્લી બે વખતથી સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે. નીતિન ગડકરીએ નાગપુરથી પોતાનું નામાંકન દાખલ કરી દીધું છે. તેમના નામાંકન પત્ર અનુસાર, નીતિન ગડકરીથી વધુ અમીર તેમના પત્ની કંચન ગડકરી છે. નીતિન ગડકરી અને તેના પરિવાર પાસે કુલ લગભગ 28 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

નીતિન ગડકરીના નામાંકન મુજબ, વર્ષ 2022-23માં તેમના કુલ આવક 13 લાખ 84 હજાર રૂપિયા રહી, જ્યારે તેમના પત્નીની વાર્ષિક આવક આ અવધિમાં 40 લાખ 62 હજાર હતી. નીતિન ગડકરી પાસે 12,300 રૂપિયા રોકડ અને પત્ની પાસે 14,750 રૂપિયા રોકડ છે. ચૂંટણી એફિડેવિટ મુજબ, નીતિન ગડકરીના 21 બેંક અકાઉન્ટ છે અને તેમાં 49 લાખ 6 હજાર રૂપિયા જમા છે, જ્યારે નીતિન ગડકરીની પત્ની કંચન ગડકરીના બેંક ખાતાઓમાં 16 લાખ 3 હજાર રૂપિયા જમા છે.

નીતિન ગડકરીએ શેર અને મ્યૂચ્યુઅલ ફંડ્સમાં પણ રોકાણ કરી રાખ્યું છે. તેમાં તેમણે 35 લાખ 55 હજાર રૂપિયાનું રોકાણ કરી રાખ્યું છે, જ્યારે તેમના પત્નીએ 20 લાખ 51 હજાર રૂપિયાનું રોકાણ કરી રાખ્યું છે. નીતિન ગડકરી અને તેમના પત્ની બંનેના જ નામ પર 3-3 લક્ઝરી ગાડીઓ છે. નીતિન ગડકરી પાસે એમ્બેસેડર કાર, હોન્ડા અને ઇસુજુ ડી મેક્સ છે, તો તેમના પત્નીના નામ પર ઈનોવા, મહિન્દ્રા અને ટાટા ઇન્ટ્રા કાર છે.

નીતિન ગડકરી ગોલ્ડના પણ શોખીન છે. તેમના પાસે કુલ 486 ગ્રામ સોનાની જ્વેલરી છે, જેની કિંમત લગભગ 31 લાખ 88 હજાર રૂપિયા છે. તો તેમના પત્ની કંચના પાસે 368 ગ્રામ સોનાની જ્વેલરી છે અને તેની કિંમત લગભગ 24 લાખ 13 હજાર રૂપિયા છે. નીતિન ગડકરી પાસે સોનાની પૈતૃક જ્વેલરી પણ છે અને તેની કિંમત લગભગ 31 લાખ 10 હજાર રૂપિયા છે. એવામાં જો નીતિન ગડકરીની ચલ સંપત્તિને જોવા જઈએ તો તે કુલ 3 કરોડ 53 લાખ રૂપિયાની છે.

ગડકરી પાસે 15.74 એકર ખેતીની જમીન પણ છે, જેની કિંમત 1 કરોડ 57 લાખ રૂપિયા છે. તો તેમના પરિવાર પાસે 14.6 એકર ખેતીલાયક જમીન છે. જેની કિંમત 1 કરોડ 79 લાખ રૂપિયા છે. નાગપુર અને મુંબઇમાં મળાવીને નીતિન ગડકરી પાસે કુલ 7 ઘર છે. ગડકરી પાસે મુંબઇમાં 2 ઇમારતો પણ છે, જેની કિંમત 4 કરોડ 75 લાખ રૂપિયા છે. ચૂંટણી હેલ્પલાઈન મુજબ, નીતિન ગડકરી અને તેના પરિવાર પાસે 24 કરોડ 49 લાખ રૂપિયાની અચલ સંપત્તિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp