નીતિન ગડકરીએ જણાવ્યું-લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે મળશે 400 સીટો

PC: news9live.com

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને હાલની 288 સીટોમાં વધારાની સીટો દક્ષિણ ભારતથી જોડાશે. જેથી ભારતીય જનતા પાર્ટી (BJP) 370 સીટોના લક્ષ્યને હાંસલ કરી લેશે. ન્યૂઝ એજન્સી PTIને આપેલા ઇન્ટરવ્યૂમાં નીતિન ગડકરીએ કહ્યું કે, તેમના મનમાં આ વાતને લઈને કોઈ શંકા નથી કે ભાજપની આગેવાનીવાળું NDA ગઠબંધન 400 સીટોના આંકડાને પાર કરશે. તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં સરકારે જે સારા કાર્ય કર્યા છે. તેના કારણે મોદી ત્રીજી વખત વડાપ્રધાનના રૂપમાં કાર્યભાર સંભાળશે.

જો કે, એ આરોપોનું ખંડન કર્યું કે મોદી સરકાર વિપક્ષને નબળું કરવા માટે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને CBIનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભાજપના પ્રતિદ્વંદ્વીઓએ લોકોનો વિશ્વાસ જીતીને વિપરીત પરિસ્થિતિઓથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ. નીતિન ગડકરીએ કહ્યું કે, 'શું વિપક્ષને નબળું કરવું કે મજબૂત બનાવવાની જવાબદારી અમારી છે? જ્યારે અમારી પાસે માત્ર 2 સાંસદ હતા અને અમે નબળા હતા, તો અમને સહાનુભૂતિ તરીકે ક્યારેય કોઈ પેકેજ મળ્યું નથી. નીતિન ગડકરી લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત નાગપુરથી સાંસદ છે.

નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં મોટા રોડ શૉના માધ્યમથી પોતાનો પ્રચાર અભિયાન શરૂ કર્યું. તેમની ગાડીઓનો કાફલો લોકોની ભીડ વચ્ચે હતો અને લોકો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છતા ગડકરીનું સ્વાગત કરવા માટે ઊભા હતા. આ કાર્યક્રમ 2 કલાકનો હતો, પરંતુ એ 4 કલાકમાં પૂરો થયો કેમ કે સમર્થકોએ ગુલાબ ઉડાવ્યાં, તેઓ જ્યાં પણ રોકાયા લોકોએ તેમણે કંઈક ને કંઈક ખાવા માટેની રજૂઆત કરી. નીતિન ગડકરીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ પોતાના કાર્યકર્તાઓના સખત મહેનતના કારણે મજબૂત થઈને ઊભરી છે અને વિપક્ષે પણ લોકોનો વિશ્વાસ હાંસલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

તેમણે કહ્યું કે, લોકતંત્રની પ્રકૃતિ એવી છે કે એ બદલાતી રહે છે. પછી તમે જે પણ ભૂમિકા ભજવો, તમારે હંમેશાં પ્રયાસ કરતા રહેવું પડશે અને વિપરીત પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવું પડશે. એ કોઈ પણ વિપક્ષી પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ છે. ગડકરીએ ભાજપના 370 અને NDAની 400 કરતા વધુ સીટ જીતવાના ગણિત બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, રાજ્યવાર વિશ્લેષણ કરવાની જરૂરિયાત નથી. આ વખત અમે દક્ષિણ ભારતમાં સફળતા હાંસલ કરીશું. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમે છેલ્લા 10 વર્ષોમાં દક્ષિણ અને પૂર્વોત્તર (ભારત)માં જે કામ કર્યું છે, તેનું પરિણામ અમને મળવાના શરૂ થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp