303 પરથી 240 પર કેવી રીતે આવી ગઈ BJP, નીતિન ગડકરીએ જણાવ્યું કેમ ઘટી સીટો

PC: indianexpress.com

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સીટો ઘટવા પાછળનું કરાણ બતાવ્યું છે. તેમણે તેને લઈને વિપક્ષી પાર્ટીઓ પર મતદાતાઓને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો હતો. હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન તેમણે ખેડૂતો અને પછાત વર્ગનો ખાસ કરીને ઉલ્લેખ કર્યો હતો. જૂનમાં પૂરી થયેલી ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર બહુમત હાંસલ કરવામાં પણ નિષ્ફળ રહી હતી અને 240 સીટો જ જીતી શકી હતી. જ્યારે વર્ષ 2019માં પાર્ટીને 303 સીટો મળી હતી.

એક અખબારના કાર્યક્રમમાં નીતિન ગડકરીને સવાલ કરવામાં આવ્યો કે, તો સીટોની સંખ્યાના હિસાબે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કેમ ઝટકો લાગ્યો? આ સવાલ પર તેમણે જવાબ આપ્યો કે, ‘આ ચૂંટણી લોકોને સમજાવવા અને ભ્રમિત કરનારી હતી. પહેલા તો વિપક્ષ દ્વારા મતદાતાઓને ભ્રમિત કરવા માટે કાનાફૂસી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમનું કહેવું હતું કે ભાજપ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનાં સંવિધાન વિરુદ્ધ છે અને સંવિધાન બદલી દેશે.

નીતિન ગડકરીએ કહ્યું કે, તેમના નેતાઓએ ખાસ કરીને પછાત વર્ગમાં ભય ઉત્પન્ન કર્યો કે તેમને મળતો લાભ હવે ચાલુ નહીં રહે. બીજું અમારી તરફથી ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવેલા ઉપયોને તેમની વિરુદ્ધ બતાવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મને લાગે છે કે લોકસભાની ચૂંટણી ભારતની જીત હતી. ભાજપે સરકારમાં વાપસી કરી અને મને 100 ટકા ભરોસો છે કે આગામી 4 રાજ્યોની ચૂંટણીમાં અમને સારું બહુમત મળશે.

તેમણે કહ્યું કે, લોકોએ ભાજપ પર ફરી ભરોસો દેખાડ્યો છે કે એ સક્ષમ છે, તેનો રેકોર્ડ સારો છે અને એ દેશનું ભવિષ્ય બદલી શકે છે. તમે પ્રદર્શનના મામલે કોંગ્રેસના 60 અને ભાજપના 15 વર્ષની તુલના કરી શકો છો. તમને જવાબ મળી જશે.

તેમણે શનિવારે કહ્યું હતું કે, એક વખત એક નેતાએ વડાપ્રધાન પદની રેસમાં સામેલ થવા પર તેમને સમર્થન આપવાની રજૂઆત કરી હતી, પરંતુ તેમણે એમ કહેતા પ્રસ્તાવ ફગાવી દીધો હતો કે તેમની એવી કોઈ ઈચ્છા નથી. એક પત્રકારિતા પુરસ્કાર સમારોહમાં ગડકરીએ કહ્યું કે, મને એક ઘટના યાદ છે. હું કોઇનું નામ નહીં લઉં. એ વ્યક્તિએ કહ્યું હતું એ જો તમે વડાપ્રધાન બનવા જઇ રહ્યા છો તો અમે તમારું સમર્થન કરીશું. તો મેં પૂછ્યું તમે મારું સમર્થન શા માટે કરશો? અને હું તમારી પાસે સમર્થન કેમ લઉં?

તેમણે કહ્યું કે, વડાપ્રધાન બનવું મારા જીવનનું લક્ષ્ય નથી. હું પોતાની માન્યતા અને પોતાના સંગઠન પ્રત્યે વફાદાર છું અને હું કોઈ પણ પદ માટે સમજૂતી નહીં કરું કેમ કે મારો દૃઢ નિશ્ચય મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. પોતાના ભાષણમાં ગડકરીએ પત્રકારિતા અને રાજીનીતિ બંનેમાં નૈતિકતાના મહત્ત્વ પર ભાર આપ્યું હતું. જો કે, તેમણે એ ન બતાવ્યું કે આ ઘટના ક્યારની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp