NOTA દબાવો NOTA... કોંગ્રેસના લોકો આ બેઠક પર બધાને આવું કેમ કહી રહ્યા છે?

PC: khabarchhe.com

મધ્ય પ્રદેશમાં, કોંગ્રેસ પાર્ટી જનતાને NOTA બટન દબાવવાની અપીલ કરી રહી છે. પાર્ટીનો દાવો છે કે BJPને પાટા પર લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ મામલો કોંગ્રેસના ઉમેદવારને પાર્ટી છોડવા સાથે સંબંધિત છે. ઈન્દોર લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે છેલ્લા દિવસે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને BJP સાથે હાથ મિલાવ્યા હતા. જેનાથી કોંગ્રેસ નારાજ છે.

આ સંદર્ભમાં કોંગ્રેસે NOTAને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. MP કોંગ્રેસ ચીફ જીતુ પટવારીએ કહ્યું છે કે, પાર્ટી કોઈપણ ઉમેદવારને સમર્થન નહીં આપે. તેમણે લોકોને BJPને પાઠ ભણાવવા માટે NOTA મતનો રેકોર્ડ બનાવવા વિનંતી કરી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન વર્માએ એક વીડિયો પોસ્ટમાં કહ્યું કે, 'અમારા કોંગ્રેસના ઉમેદવારને કેટલાક લોકોએ ચોરી લીધા છે. એ લોકોએ તમને તમારા મતના અધિકારથી વંચિત રાખ્યા છે. જો તમારે આ ચોરોને પાઠ ભણાવવો હોય તો NOTA બટન દબાવો અને લોકશાહી બચાવો.'

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શોભા ઓઝાએ મીડિયા સૂત્રને જણાવ્યું કે, 'ઈન્દોરના મતદારોએ છેલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિધાનસભા ચૂંટણીમાં BJPને જંગી જીત અપાવી હતી. આમ છતાં BJPએ અક્ષય કાંતિ બમને ખોટી લાલચ આપીને લોકશાહીની હત્યા કરી. મતદારોએ NOTA વિકલ્પ પસંદ કરીને BJPને યોગ્ય જવાબ આપવો જોઈએ.'

અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ છેલ્લા 35 વર્ષમાં એક પણ વખત ઈન્દોર લોકસભા સીટ જીતી શકી નથી અને આ પહેલીવાર છે જ્યારે પાર્ટી આ સીટ પર પોતાનો ઉમેદવાર પણ ઉતારી શકી નથી. અક્ષયના BJPમાં ગયા પછી કોંગ્રેસે તેમની જગ્યાએ અન્ય ઉમેદવારને ઉભા રાખવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.

કોંગ્રેસના NOTA અભિયાન પર BJPની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મધ્ય પ્રદેશ BJP ચીફ VD શર્માએ કહ્યું કે, NOTAને દબાવવા માટે લોકોને ઉશ્કેરવા એ લોકશાહીમાં ગુનો છે.

ઈન્દોરમાં 13 મેના રોજ ચોથા તબક્કામાં લોકસભા ચૂંટણી માટે મતદાન થશે.

NOTA વિકલ્પ 2013માં સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર રજૂ કરવામાં આવ્યો હતો અને મતદારોને ચૂંટણી લડતા તમામ ઉમેદવારો પ્રત્યે તેમનો અસંતોષ વ્યક્ત કરવાનો માર્ગ આપ્યો હતો. NOTA માટે પડેલા મતો ચૂંટણીને કોઈપણ રીતે પ્રભાવિત કરતા નથી અને સુપ્રીમ કોર્ટે ગયા મહિને એક અરજી પર ચૂંટણી પંચને નોટિસ મોકલી હતી કે જો કોઈ મતવિસ્તારમાં બહુમતી મતદારો NOTA પસંદ કરે છે, તો ત્યાંની ચૂંટણી રદ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp