મતદાન વખતે તો ઠીક, ગણતરી સમયે પણ EC ઓફિસ પહોંચી કોંગ્રેસ,ચૂંટણી પંચને કરી ફરિયાદ

PC: univarta.com

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ધીમે ધીમે સમય સાથે સ્પષ્ટ થઈ રહ્યા છે. BJP પોતાના દમ પર સરકાર બનાવે તેવું લાગતું નથી. જો કે NDA ગઠબંધન બહુમતીના જાદુઈ આંકડાને સ્પર્શી ગયું છે. પરિણામોની ગણતરી વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ અચાનક ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવતા કોંગ્રેસ પાર્ટીએ પૂછ્યું કે, અચાનક ચૂંટણી પંચની વેબસાઈટ પર પરિણામોની માહિતી કેમ ધીમી થઈ ગઈ છે. જેનો વિરોધ કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને સલમાન ખુર્શીદ બપોરે દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા અને તેમની ફરિયાદ નોંધાવી. કોંગ્રેસે કહ્યું, 'બપોરે 2.30 વાગ્યા પછી મત ગણતરીની અપડેટની પ્રક્રિયા ધીમે ધીમે થઈ રહી છે. અમે આ અંગે ફરિયાદ કરી હતી. તેમાંથી ઘણા પ્રશ્નો ઉભા થાય છે. અમે કહ્યું કે તેને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરવામાં આવે. અમે સંસદીય મતવિસ્તારમાં અપડેટનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમને કહ્યું કે પ્રક્રિયા ધીમે ધીમે થઈ રહી છે. એસેમ્બલી અનુસાર અપડેટ્સનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું કે, અમે નિર્દેશ આપીશું કે વિલંબ ન થવો જોઈએ.'

આ મુદ્દો સૌથી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ઉઠાવ્યો હતો. જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુદ્દે ચૂંટણી પંચને ભીંસમાં લીધું હતું. ચૂંટણી પંચને ટેગ કરતાં તેમણે લખ્યું, 'UP અને બિહારની ઘણી બેઠકો પર મત ગણતરીમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે?'

પવન ખેડાએ પણ આવી જ એક પોસ્ટ કરી હતી. ત્યાર પછી, અન્ય એક પોસ્ટમાં જયરામ રમેશે લખ્યું, 'ઉત્તર પ્રદેશની મહારાજગંજ, બાંસગાંવ, મેરઠ, મુઝફ્ફરનગર બેઠકો પર જિલ્લા અધિકારીઓને ફોન કરીને બોલાવીને સીટો જીતવા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું છે. પ્રશાસનિક અધિકારીઓએ યાદ રાખવું જોઈએ કે, સરકાર બદલાઈ રહી છે અને લોકશાહી સાથેના આ ખેલને સ્વીકારવામાં આવશે નહીં.' અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2024ના વોટિંગ દરમિયાન પણ કોંગ્રેસ પાર્ટીએ અનેકવાર ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. પાર્ટીએ વોટિંગ દરમિયાન ગોટાળાના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp