ગુજરાતની રાજનીતિમાં ઓવૈસીની એન્ટ્રી, AIMIM આ બે લોકસભા સીટો પર ઉતારશે ઉમેદવાર

PC: aajtak.in

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ગુજરાતમાં બે લોકસભા બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે. UP-બિહાર, મહારાષ્ટ્રની સાથે હવે પાર્ટી ગુજરાતમાં પણ પોતાની હાજરીનો અહેસાસ કરાવશે. પાર્ટીએ મહારાષ્ટ્રમાં છ સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પાર્ટીએ કહ્યું છે કે, AIMIM રાજ્યની બે અત્યંત મહત્વની બેઠકો પર પોતાની હાજરી નોંધાવશે. જેમાં ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરે છે. ભરૂચ બેઠક પર પણ BJPનો કબજો છે. 35 વર્ષ પહેલા અહીં કોંગ્રેસના અહેમદ પટેલ સાંસદ હતા.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ગુજરાત એકમના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું કે, અમારા કેન્દ્રીય નેતૃત્વએ ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પરથી પક્ષના ઉમેદવારો ઊભા કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભરૂચ અને ગાંધીનગર બંને વિસ્તારોમાં નોંધપાત્ર પ્રમાણમાં મુસ્લિમ વસ્તી છે. કાબલીવાલાએ કહ્યું કે, તેમણે કહ્યું કે, ચૂંટણીના પરિણામો ગમે તે હોય, આ ચૂંટણી 2027ની વિધાનસભા ચૂંટણી અને 2026માં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે AIMIM કાર્યકરોને તૈયાર કરશે.

ગુજરાત AIMIMના પ્રમુખ સાબીર કાબલીવાલાએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, મુમતાઝ પટેલ ભરૂચ બેઠક માટે અમારા સંપર્કમાં છે, જો AIMIM તરફથી મુમતાઝ તૈયાર થશે તો અમે તેમને ઉમેદવાર બનાવીશું. આ બે ઉપરાંત અમદાવાદ પશ્ચિમ લોકસભાનો સર્વે ચાલી રહ્યો છે. અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં પ્રચાર કરશે, પ્રચારની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.

BJPએ ફરી ભરૂચ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ઉમેદવાર બનાવ્યા છે, જેનો સામનો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા સાથે થશે. ગુજરાતની તમામ 26 બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. AIMIMની જાહેરાત પછી ભરૂચ બેઠક પર મહત્તમ ઉમેદવારો હોવાની શક્યતાઓ વધી ગઈ છે. આ બેઠક પર આદિવાસી નેતા છોટુ વસાવાએ ઉમેદવાર ઉતાર્યા હોવાની પણ ચર્ચા છે. ભરૂચમાં AIMIMની એન્ટ્રી AAPને સીધું નુકસાન કરશે. આ બેઠક પર AAPના ઉમેદવારો મુસ્લિમોના મત મેળવશે તો જ BJPને ટક્કર આપી શકે છે. જો તેમની વચ્ચે વિભાજન થાય તો AAP માટે મુશ્કેલ થઈ શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp