...તો દેશમાં ફરી ચૂંટણી નહીં થાય, નિર્મલા સીતારમણના પતિના નિવેદનથી હાહાકાર

PC: indiatoday.in

અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે દાવો કર્યો કે જો ભારતીય જનતા પાર્ટી (BJP)ને આ વર્ષે થઈ રહેલી લોકસભાની ચૂંટણીમાં જીત મળે છે તો દેશમાં ફરી ચૂંટણી નહીં થાય. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. પોતે દેશની પ્રમુખ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પરકલા પ્રભાકરના નિવેદનનો વીડિયો શેર કર્યો છે. તેમણે અહી સુધી દાવો કર્યો કે, મણિપુર જેવી સ્થિતિ આખા દેશમાં થઈ શકે છે. કોંગ્રેસે પરકલાનો 1.49 મિનિટના વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે.

પોતાની પોસ્ટમાં કોંગ્રેસે કહ્યું કે, '2024માં જો ફરીથી મોદી વડાપ્રધાન બન્યા તો દેશમાં ફરી ક્યારેય ચૂંટણી નહીં થાય. દેશનું સંવિધાન બદલાઈ જશે. મોદી પોતે લાલ કિલ્લા પરથી હેટ સ્પીચ આપશે અને લદ્દાખ-મણિપુર જેવી સ્થિતિ આખા દેશમાં બની જશે-પરકલા પ્રભાકરજી.' પાર્ટીએ આગળ કહ્યું કે, 'પરકલાજી જાણીતા અર્થશાસ્ત્રી છે અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના પતિ છે.' ઉલ્લેખનીય છે કે પરકલા પ્રભાકરે એક યુટ્યુબ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જ્યાં તેમને સવાલ કરવામાં આવ્યો કે જો દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બને છે તો શું થવાનું છે?

તેના જવાબમાં પરકલાએ કહ્યું કે, 'જો એમ થાય છે તો એવી સંભાવના છે કે પછી તમે વધુ એક ચૂંટણીની આશા નહીં કરી શકો. 2024ની ચૂંટણી બાદ જો આ સરકાર પાછી આવે છે તો ત્યારબાદ ચૂંટણી થશે જ નહીં. અત્યારે તમારી પાસે જે દેશનું સંવિધાન અને નકશો છે, એ પૂરી રીતે બદલાઈ જશે. તમે તેને ઓળખી પણ નહીં શકો. અત્યારે તમને પાકિસ્તાન મોકલવા, તેને મારવા કે ભગાવવાની વાતો જે ધર્મ સંસદ જેવી જગ્યાઓથી સંભળાઈ રહી છે, એ વાતો તમે લાલ કિલ્લા પરથી સાંભળશો. આ પ્રકારની વાતોને લઈને એકદમ ખુલ્લો ખેલ થશે. એ જ સૌથી મોટું જોખમ છે.

નિર્મલા સીતારમણના પતિ પરકલાએ આખા દેશમાં મણિપુર જેવી સ્થિતિ ઉત્પન્ન થવાની પણ ચેતવણી આપી. તેમણે કહ્યું કે, અત્યારે તમને લાગી રહ્યું છે કે હિંસા મણિપુરમાં થઈ રહી છે, એટલે આપણે ત્યાં થવાની કોઈ સંભાવના નથી. એવું તમારે વિચારવાની જરૂરિયાત નથી. કેમ કે જે આજે મણિપુરમાં થઈ રહ્યું છે, કાલે એ તમારા કે અન્ય રાજ્યમાં પણ થઈ શકે છે. અત્યારે લદ્દાખ, મણિપુરમાં જેવી સ્થિતિ છે કે પછી ખેડૂતો સાથે જેવો વ્યવહાર થયો છે, એવો આખા દેશમાં જ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp