'પ્રાણી હોય તો તે પણ જીતી જશે, 500 સીટ આવશે, ભાજપ માટે આ શું બોલી ગયા પરમહંસ

PC: punjabkesari.in

લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજનીતિક પાર્ટી પોતાની જીત અને વિરોધીઓની હારને લઈને મોટા મોટા દાવા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ 400 પારનો નારો આપી દીધો છે. તો રામ મંદિર બનવાથી ખુશ અયોધ્યાની તપસ્વી છાવણીના પીઠાધિશ્વર પરમહંસ આચાર્ય પણ ભાજપના પક્ષમાં માહોલ બનાવવામાં લાગ્યા છે. મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યા પર બારાબંકી પહોંચેલા જગદ્વગુરુ પરમહંસ આચાર્યએ દાવો કર્યો કે, આ વખત ભાજપ 500થી વધુ સીટો જીતશે.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ પરમહંસ આચાર્યએ કહ્યું કે, 'ભગવાન પાસે આપણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે કે આ વખત ભાજપ 500 પાર જાય, કેમ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ ખૂબ તેજીથી આગળ વધી રહ્યો છે અને આપણે ત્યાં બધા દેશવાસી મોદીજીથી ખુશ છે. આ વખત વોટ મોદીજીના નામ પર પડશે. ભાજપમાંથી મનુષ્યની વાતો છોડી દો, જો પ્રાણી પણ ઊભા થઈ જશે, તો એ પણ જીતી જશે. જીતશે કેમ કે હવે જનતા માત્ર કમળનું બટન દબાવશે. જનપ્રતિનિધિ કોણ છે, કેવો છે, એ કંઈ મહત્ત્વ ધરાવતું નથી.

અહી માત્ર મોદીજીના નામ પર વોટ પડશે. આ વખત જે ચૂંટણી થવા જઇ રહી છે, ચૂંટણી વાસ્તવમાં એક પ્રકારે વૈચારિક મહાભારત છે. જે પ્રકારે મહાભારત થયું હતું, તો દેશ બે ભાગમાં વહેચાઈ ગયો હતો. કેટલાક લોકો અધર્મના પક્ષમાં ઊભા થઈ ગયા હતા, જેની જેવી વિચારધારા. જો જે પોતાના દેશને આગળ વધવા માગે છે, જે જનતાનું હિત ઈચ્છે છે, તેમણે ભાજપની જ પસંદગી કરવી પડશે. જે પથ્થરમારાના સમર્થક છે, જે નફરતની વાત કરનારા છે, જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણને પ્રોત્સાહન આપવાની માનસિકતા રાખે છે. એવા લોકો ઈન્ડિયા ગઠબંધન સાથે છે, પરંતુ તેમની સંખ્યા માત્ર 5 ટકા છે.

પરમહંસ આચાર્યએ આગળ કહ્યું કે, આ વખત ચૂંટણી રાષ્ટ્રવાદના નામે થશે. માત્ર મોદીજીનો ચહેરો જોઈને વોટ પડશે. ભાજપમાંથી કોઈ પણ ઊભું થઈ જાય અહી માત્ર કમળનું બટન દબાશે. 500 પાર આ વખત સીટો પ્રાપ્ત થશે. આમ અમે લોકો સંત છીએ. સંત માટે બધુ બરાબર છે, પરંતુ નેશન ઈઝ ફર્સ્ટ, રાષ્ટ્ર જ સર્વોપરી છે અને બીજી જેટલી પાર્ટીઓ છે, તેમના માટે ફેમિલો ફર્સ્ટ છે, જેના માટે નેશન ફર્સ્ટ છે, તેમના માટે આપણે લોકો સમર્પિત છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp