સોશિયલ મીડિયા પરથી હવે હટાવી શકો છો ‘મોદી કા પરિવાર’, PMએ કેમ કરી આ અપીલ?

PC: narendramodi.in

ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી દરમિયાન ‘મોદી કા પરિવાર’ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. એ હેઠળ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સના નામ આગળ ‘મોદી કા પરિવાર’ લખવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે એવી અપીલ કરી છે કે તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી ‘મોદી કા પરિવાર’ હટાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર X (અગાઉ ટ્વીટર) હેન્ડલ પરથી તેને લઈને મંગળવારે સાંજે એક પોસ્ટ કરવામાં આવી છે.

તેમાં કહેવામાં આવ્યું કે, ‘ચૂંટણી પ્રચાર દરમિયાન આખા ભારતમાં લોકોએ મારા પ્રત્યે સ્નેહ તરીકે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર ‘મોદી કા પરિવાર’ જોડ્યુ. તેનાથી મને ખૂબ તાકત મળી. દેશના લોકોએ NDAને સતત ત્રીજી વખત બહુમત આપ્યું. આ એક પ્રકારનો રેકોર્ડ છે. અમને પોતાના દેશની ભલાઈ માટે કામ કરતા રહેવાનો જનાદેશ મળ્યો છે. આપણે બધા એક પરિવાર છીએ.

તેમણે આગળ કહ્યું કે, આ સંદેશ પ્રભાવી ઢંગે પહોંચાડવાને લઈને હું ફરી એક વખત દેશની જનતાનો આભાર માનું છું. એ અપીલ પણ કરું છું કે હવે તમે પોતના સોશિયલ મીડિયા પ્રોપર્ટી પરથી ‘મોદી કા પરિવાર’ હટાવી શકો છો. તેનાથી ભલે ડિસ્પ્લે નામ બદલાઈ જાય, પરંતુ ભારતની પ્રગતિ માટે પ્રયાસ કરનારા પરિવારના રૂપમાં આપણું બંધન મજબૂત અને અતૂટ છે.'

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ સતત ત્રીજો કાર્યકાળ સાંભળ્યા બાદ પોતાની પહેલી વિદેશ યાત્રાએ જવાના છે. એ હેઠળ તેઓ વાર્ષિક G7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે આ અઠવાડિયે ઇટાલીનો પ્રવાસ કરશે. G7 શિખર સંમેલનનું આયોજન ઈટાલીના અપુલિયા ક્ષેત્રમાં લક્ઝરી રિઝોર્ટ બોરગો એગ્નાજિયામાં 13-15 જૂન સુધી થવાનું છે. બેઠકમાં યુક્રેનમાં યુદ્ધ અને ગાઝા સંઘર્ષનો મુદ્દો છવાઈ રહેવાની સંભાવના છે. G7 વિશ્વની સૌથી ટોચની અર્થવ્યવસ્થાઓનું ગ્રુપ છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ઈટાલી, જર્મની, કેનેડા અને જાપાન સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp