PM મોદીએ કહ્યું- ચૂંટણી પરિણામ આવ્યા બાદ 6 મહિનાની અંદર આવશે મોટો રાજકીય ભૂકંપ

PC: hindustantimes.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 6 મહિનાની અંદર જ દેશની રાજનીતિમાં મોટો ભૂકંપ આવશે. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર રાજ્યની ડેમોગ્રાફી બદલવાનો પ્રયાસ કરી રહી છે. તમારો એક વોટ દેશની રાજનીતિક દિશા બદલશે. 4 જૂન બાદ આગામી 6 મહિનામાં એક મોટો રાજનીતિક ભૂકંપ આવશે. વંશવાદી રાજનીતિના ભરોસે ચાલનારી ઘણી રાજનીતિક પાર્ટીઑ પોતે ખતમ થઈ જશે. તેમના પોતાના જ કાર્યકર્તા થકી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે, તેઓ પોતે જાણે છે કે દેશ કઇ દિશામાં વધી રહ્યો છે અને તેમની પાર્ટીઓની સ્થિતિ શું છે. જો કે, તેમણે ખૂલીને એમ ન કહ્યું કે, તેઓ કયા રાજનીતિક ભૂકંપની વાત કરી રહ્યા છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત કહી. અહી તેમણે ભાજપના ત્રણ સીટોના ઉમેદવારો માટે પ્રચાર કર્યો. આ દરમિયાન ડાયમંડ હાર્બર, મથુરાપુર અને જોયનગરના ભાજપના ઉમેદવાર હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મમતાની સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરે છે, સંતો પર હુમલા થાય છે. એ સિવય કેન્દ્રીય યોજનાઓને પણ રોકવામાં આવી રહી છે. બંગાળમાં તેજીથી ઘૂસણખોરી વધી રહી છે. આ લોકો ઈચ્છે છે કે ઘૂસણખોર આવીને બંગાળમાં વસી જશે. ઘૂસણખોર બંગાળના યુવાઓના હાથોથી અવસર છીનવી રહ્યા છે. તેઓ તમારી જમીન અને સંપત્તિઓ કબજાવી રહ્યા છે. આખા દેશમાં તેને લઈને ચિંતા છે. સીમાંત વિસ્તારની ડેમોગ્રાફી બદલાઈ રહી છે.

આખરે તૃણમૂલ કોંગ્રેસ (TMC) કેમ CAAનો વિરોધ કરી રહી છે અને જુઠ્ઠાણું ફેલાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી અંતિમ ચરણ માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એ હેઠળ 1 જૂને બંગાળની પણ 9 લોકસભા સીટો પર મતદાન થશે. આ સીટોમાં કોલકાતા, દક્ષિણ 24 પરગણા અને ઉત્તર 24 પરગણાની સીટો સામેલ છે. નોંધનીય છે કે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે બંગાળમાં 18 સીટો જીતી હતી.

આ તેના માટે મોટો આંકડો હતો. એવામાં તે ઇચ્છશે કે આ વખત તેનાથી પણ આગળ નીકળે. વડાપ્રધાન મોદીએ કેમ્પેન દરમિયાન કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં આ મારી આ છેલ્લી રેલી છે. ત્યારબાદ હું ઓરિસ્સા જઇ રહ્યો છું. કાલે પ્રચારનો છેલ્લો દિવસ છે. પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન મોદી પંજાબમાં રહેશે. વડાપ્રધાન મોદીએ મંગળવારે કોલકાતામાં રોડ શૉ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp