આગામી 10 વર્ષ અમે.. PM મોદીએ રાખી દીધો 2029ના જીતનો પણ ટારગેટ, NDAએ ચૂંટ્યા PM

PC: livemint.com

નરેન્દ્ર NDAની સંસદીય દળની મીટિંગમાં મોદીને નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અમે આગામી 10 વર્ષોમાં દેશને તેજીથી વિકાસના રસ્તે લઈ જઈશું. હું આગામી 10 વર્ષવાળી વાત ખૂબ જવાબદારીથી કરી રહ્યો છું. અમે દેશમાં ગુડ ગવર્નેન્સની વાત કરીએ છીએ. અમારી ઈચ્છા છે કે દેશના સામાન્ય નાગરિકોના જીવનમાં સરકારની દાખલઅંદાજી ઓછામાં ઓછી થાય. આ પ્રકારે 10 વર્ષની વાત કરીને નરેન્દ્ર મોદીએ 2029ની સામાન્ય ચૂંટણી માટે પણ ભાજપની જીતનો ટારગેટ આપી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીને નેતા ચૂંટવા દરમિયાન તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જેવા નેતાઓના પણ ભરપેટ વખાણ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારા માટે ખુશીનો અવસર છે કે આટલા લોકોનું સ્વાગત કરવાનો અવસર મળ્યો. દિવસ-રાત જે લાખો કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો, તેના માટે હું માથું ઝુકાવીને પ્રણામ કરું છું. 2019માં જ્યારે હું અહી બોલી રહ્યો હતો અને તમે મને ચૂંટ્યો તો મેં એક શબ્દ વિશ્વાસ પર બોલી દીધો હતો.

તેમણે આગળ કહ્યું કે, હવે ફરીથી તમે મને ફરી જવાબદારી આપી છે તો તેનો અર્થ છે કે આપણી વચ્ચે વિશ્વાસ કાયમ રહે. આ વિશ્વાસ જ સૌથી મોટી પૂંજી હોય છે. આ પળ મારા માટે ભાવુક કરી દેનારી છે. તમારા બધાનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. ઘણા ઓછા લોકો એ વાતની ચર્ચા કરે છે, પરંતુ NDAને દેશના 22 રાજ્યોમાં લોકોએ સરકાર બનાવવાનો અવસર આપ્યો છે.

આ ગઠબંધન સાચા અર્થમાં ભારતની અસલી ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.  આજે દેશના 10 આદિવાસી બહુધા રાજ્યોમાંથી 7માં અમારી સરકાર છે. ચૂંટણી અગાઉ ગઠબંધન ભારતના રાજનીતિક ઇતિહાસમાં આટલું સફળ ક્યારેય થયું નથી, જેટલું NDA થયું છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર ચલાવવા માટે બહુમત જરૂરી હોય છે, પરંતુ દેશ માટે સર્વમત જરૂરી છે. હું દેશવાસીઓને ભરોસો આપું છું કે આમ સર્વમતનું સન્માન કરીશું. NDAને લગભગ 3 દશક થઈ ચૂક્યા છે.

આ કોઈ સામાન્ય ઘટના નથી. NDA ગઠબંધને 3 ટર્મ પૂરી કરી છે અને હવે ચોથી શરૂ થઈ રહી છે. રાજનીતિના જે વિશ્લેષક છે, તેઓ મુક્ત મને વિચારશે તો જાણશે કે આ NDA સત્તા પ્રાપ્ત કરવા કે સરકાર ચલાવવાનો કેટલીક પાર્ટીઓનો જમાવડો નથી, પરંતુ રાષ્ટ્ર પ્રથમની મૂળ ભાવનાથી આવનાર લોકોનું ગ્રુપ છે. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન અટલ બિહારી વાજપેયી, પ્રકાશ સિંહ બાદલ, બાળાસાહેબ ઠાકરે, જોર્જ ફર્નાન્ડિસ જેવા નેતાઓને યાદ કર્યા. તેમણે કહ્યું કે, આપણો આ વારસો છે, જેના પર આપણને ગર્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp