સમજી વિચારીને બોલે મંત્રી, જો બોલવું હોય તો..' કેબિનેટ બેઠકમાં PM મોદીનો મેસેજ

PC: indiatoday.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજધાની દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં સ્થિત સુષમા સ્વરાજ ભવનમાં પોતાની કેબિનેટમાં સામેલ મંત્રીઓ સાથે 11.30 કલાકની મેરાથન બેઠક કરી. એ સાવરે 10:00 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 9:30 વાગ્યા સુધી ચાલી. તેમણે આ બેઠકમાં મંત્રીઓને વિવાદિત નિવેદનબાજીથી બચવા અને વધુ બોલતા દૂર રહેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, જ્યારે પણ બોલો, સમજી વિચારીને બોલો. વડાપ્રધાને પોતાના મંત્રી પરિષદના સભ્યોને ડીપ ફેકથી સાવધાન રહેવા કહ્યું.

વડાપ્રધાને કહ્યું કે, જો બોલવું હોય તો સરકારી યોજનાઓ પર બોલો, વિવાદિત નિવેદનોથી બચો. વડાપ્રધાન મોદીએ બેઠક દરમિયાન કહ્યું કે, મેં પોતાની કેબિનેટમાં સામેલ રાજ્યસભાના સાંસદોને આગામી લોકસભાની ચૂંટણી લડવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપે જાહેર કરેલી 195 ઉમેદવારોની પહેલી લિસ્ટમાં 7 એવા નામ હતા, જે વર્તમાનમાં રાજ્યસભાના સાંસદ છે અને મોદી સરકારમાં મંત્રી પદ સંભાળી રહ્યા છે. તેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશની ગુના, મનસુખ માંડવિયા પોરબંદર (ગુજરાત), ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનની અલવર, રાજીવ ચંદ્રશેખર કેરળની તિરુવનંતપુરમ, સર્બાનંદ સોનોવાલ આસમાની ડીબ્રૂગઢ, પરષોત્તમ રૂપાલા રાજકોટ અને વી. મુરલીધરન કેરળની અટ્ટિંગલ સીટથી આગામી લોકસભાની ચૂંટણી લડશે.

મોદીએ મંત્રી પરિષદની બેઠક દરમિયાન કહ્યું હતું કે, આ વર્ષે જૂનમાં જે બજેટ રજૂ થશે, તેમાં વિકસિત ભારતની ઝલક દેખાવી જોઈએ. ભારત 2047 સુધી એક વિકસિત દેશ કેવી રીતે બને તેને લઈને સચિવોએ વડાપ્રધાનને 5 પ્રેઝન્ટેશન દેખાડ્યા. કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, હરદીપ સિંહ પૂરી, કિરણ રિજિજુ, અર્જૂન મેઘવાલ અને પિયુષ ગોયલે પ્રેઝન્ટેશન પર સૂચનો વડાપ્રધાન મોદી સામે રાખ્યા. ભાજપ પોતાના લોકસભાની ચૂંટણી અભિયાનમાં કેન્દ્રની ઉપલબ્ધિઓ અને વિકાસ પરિયોજનાઓ પર ભાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેને લઈને મંત્રી પરિષદની બેઠકમાં કેન્દ્રની વિભિન્ન યોજનાઓ અને છેલ્લા 5 વર્ષના પ્રદર્શન પર ચર્ચા થઈ.

ભાજપની પહેલી લિસ્ટ મુજબ, વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોતાની વર્તમાન સીટ ગાંધીનગરથી અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ લખનૌથી ચૂંટણી લડશે. પાર્ટીની પહેલી લિસ્ટમાં 34 કેન્દ્રીય મંત્રીઓ અને 3 પૂર્વ મુખ્યમંત્રીઓ શિવરાજ સિંહ ચૌહાણ, સર્બાનંદ સોનોવાલ અને બિપ્લવ કુમાર દેબના નામ સામેલ છે. કેટલાક મુખ્ય ચહેરાઓ સહિત વિભિન્ન રાજ્યોના 33 હાલના સાંસદોની ટિકિટ ભાજપે કાપી દીધી છે. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને ક્રમશઃ સેન્ટ્રલ દિલ્હી અને ચાંદની ચોકથી ટિકિટ આપવામાં આવી નથી.

વધુ એક ઉલ્લેખનીય નામ છે, જેમની ટિકિટ કપાઈ, તે ભોપાલના વર્તમાન સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર છે. તેમની જગ્યાએ આલોક શર્માને પાર્ટીએ ભોપાલથી ઉતાર્યા છે. એ પ્રકારે રમેશ બિધુડી અને પરવેશ સાહેબ સિંહ વર્માને ક્રમશઃ દક્ષિણ દિલ્હી અને પશ્ચિમ દિલ્હીથી ટિકિટ મળી નથી. તેમની જગ્યાએ રામવીર સિંહ બિધુડી અને કમલજીત શેહરાવતને ભાજપે આ બંને સીટોથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પહેલી લિસ્ટની 195 સીટોમાંથી ભાજપે 2019ની ચૂંટણીમાં 155 સીટો જીતી હતી. વડાપ્રધાન મોદીએ આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પોતાના દમ પર ઓછામાં ઓછી 370 સીટો અને NDA માટે 400થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp