PKનો દાવો-BJPની આ યોજનાઓથી લોકોમાં ગુસ્સો, આગળ પણ જોવા મળશે વિરોધ પ્રદર્શન

PC: businesstoday.in

પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે કહ્યું કે, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને 300 સીટો મળવાની સંભાવના છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 370 મળશે અને NDA 400નો આંકડો પાર કરશે. મેં કહ્યું એ સંભવ નથી. આ બધુ કાર્યકર્તાઓનું મનોબળ વધારવા માટે નરેબાજી છે. ભાજપ માટે 370 સીટો હાંસલ કરવાનું અસંભવ છે, પરંતુ એ પણ નિશ્ચિત છે કે પાર્ટી 270ના આંકડાથી નીચે જઇ રહી નથી.

પ્રશાંત કિશોરે કહ્યું કે, મને લાગે છે કે ભાજપ છેલ્લી લોકસભાની ચૂંટણીમાં મામેલી સંખ્યા બરાબર જ સીટો હાંસલ કરવામાં સફળ રહેશે, જે 303 સીટો કે તેનાથી થોડી સારી છે. તેની સાથે જ પ્રશાંત કિશોરે એ મુદ્દા પર પણ વાત કરી જેના પર જનતામાં ભાજપ પ્રત્યે ગુસ્સો છે. પ્રશાંત કિશોરે જણાવ્યું કે, આગામી દિવસોમાં વિપક્ષની નબળી થતી સ્થિતિ વચ્ચે વિપક્ષની ભૂમિકા જનતા જ નિભાવશે.

તેમણે જણાવ્યું કે, વર્ષ 2014-19 વચ્ચે જનતાએ જમીન સંપાદન અધિગ્રહણ બિલ પર ખૂબ વિરોધ કર્યો. આ મામલે સરકાર વટહુકમ લાવતી રહી છે, પરંતુ અંતમાં સરકારે બેકફૂટ પર આવવું જ પડ્યું. અહી વડાપ્રધાન મોદીના પહેલા કાર્યકાળમાં એકમાત્ર વિરોધ પ્રદર્શન હતું. તો વર્ષ 2019-24 વચ્ચે એટલે કે બીજા કાર્યકાળમાં સરકાર વધુ મજબૂતીથી આવી, પરંતુ વિરોધનાં આંકડાઓમાં પણ વધારો થયો. પ્રશાંત કિશોર મુજબ મોદી સરકારને પોતાના બીજા કાર્યકાળમાં 3 વખત જનતા સામે ઝૂકવું પડ્યું. તેમાં કૃષિ કાયદા, CAA-NRCનો વિરોધ અને SC-ST એક્ટ સામેલ છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે, સરકારે કૃષિ કાયદા પરત લીધા, CAA-NRC લાગૂ કરવામાં મોડું કર્યું અને SC-ST એક્ટના કારણે પણ સરકારને 7-8 દિવસોમાં પોતાના પગલાં પરત લેવા પડ્યા. એવું જ આગામી કાર્યકાળને લઈને અનુમાન લગાવતા પ્રશાંત કિશોરે કહ્યું કે, આગામી સમયમાં પણ એવા વધુ વિરોધ પ્રદર્શન આપણને જોવા મળશે. આગામી 5 વર્ષોમાં ગ્રામીણ અર્થવ્યવસ્થા, GSTથી નુકસાન અને અનામત સાથે સંબંધિત બેરોજગારી સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ વિરોધ પ્રદર્શન જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp