‘આ ક્યોટો શું..’, અખિલેશ-રાહુલે કરી ચર્ચા, માત્ર 1 ક્યોટો સીટ પર મુકાબલો છે

PC: indianexpress.com

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે ધડાધડ રેલીઓ કરી રહ્યા છે. એ જ પ્રકારે રવિવારે પણ તેઓ એક રેલીમાં ગયા, પરંતુ તેમનો માઈક ખરાબ થઈ ગયો. પછી શું હતું? બંને નેતા મંચ પર જ બેસી ગયા અને એક-બીજા સાથે ઘણા મુદ્દા પર વાત કરી. તેનો વીડિયો કોંગ્રેસે પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે, જેમાં રાહુલ ગાંધીએ અખિલેશ યાદવને પુછ્યું કે, ક્યોટો, શું જાપાનવાળો છે?’ અખિલેશ યાદવ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીને ક્યોટો બતાવી રહ્યા છે. રવિવારે જ્યારે તેઓ રાહુલ ગાંધી સાથે રેલીમાં પહોંચ્યા તો કોંગ્રેસ નેતાનો માઇક ખરાબ થઈ ગયો.

બંને નેતા જ્યારે વાત કરી રહ્યા હતા, તો અખિલેશ યાદવે દાવો કર્યો કે રાજ્યમાં 80માથી 79 સીટો પર તેઓ (સપા-કોંગ્રેસ) INDIA ગઠબંધન જીતી રહ્યું છે, પરંતુ માત્ર એક ક્યોટો સીટ પર મુકાબલો છે. રાહુલ ગાંધીએ પુછ્યું કે, ‘ક્યોટો નામ કેમ, શુ એ જાપાનવાળો છે?’ તો અખિલેશ યાદવે જવાબ આપ્યો કે, ‘જે પ્રધાન સાંસદ છે, તેમણે કાશીના લોકોને સપનું દેખાડ્યું હતું કે અહીં (વારાણસીમાં) દુનિયાની સૌથી સારી સ્થિતિ બનશે. હવે ક્યોટો બની કે ન બની એ વારાણસીના લોકો નક્કી કરશે અને પછી વોટ નાખશે.

સપા અધ્યક્ષે કહ્યું કે, અ વખત મનની વાત નહીં ચાલે. આ વખત આપણી-તમારી વાત અને 140 કરોડ લોકો અને સંવિધાનની વાત ચાલશે. રાહુલ ગાંધીએ અખિલેશ યાદવને વાતચીતમાં કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીજીએ બેરોજગારીનું સેન્ટર બનાવી દીધું છે. તેના પર અખિલેશ યાદવે પણ બેરોજગારી પર વાત કરી અને તેમની સભા નજીક ભીડ તરફ ઇશારો કર્યો, જેમાં યુવા નારેબાજી કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ એ લોકો છે જે અગ્નિવીર અને પેપર લીકથી ત્રસ્ત છે અને આ રોજગાર ઇચ્છે છે. તેમને સપનું દેખાડવમા આવ્યું હતું, પરંતુ તેમને નોકરી ન મળી અને આજે તેઓ ખાલી હાથ છે.

રાહુલ ગાંધી પણ કેમેરામેન સાથે યુવાઓ તરફ નજર કરતા નજરે પડ્યા. તેમણે કહ્યુ કે, INDIA ગઠબંધનની સરકાર બનવા પર દરેક ગ્રેજ્યુએટને નોકરીનો અધિકાર, શાનદાર ટ્રેનિંગ અને બેંક અકાઉન્ટમાં વાર્ષિક એ લાખ રૂપિયા આપવાની વાત બતાવી. અખિલેશ યાદવે લગભગ 10 મિનિટના વીડિયોમાં રાહુલ ગાંધીને એમ પણ કહ્યું કે, તમારી આપણી વચ્ચે ઉત્તર પ્રદેશમાં વિચારધારાને લઈને ટકરાવ જરૂર છે, પરંતુ સિદ્વાંત સાથે સમજૂતિ થઈ નથી. સિદ્વાંતને લઇને અમે ઘણી વખત તમારી સાથે ઉભા થયા. તમારી પાર્ટી પણ સિદ્વાંતથી સમાજવાદી પાર્ટીની નજીક રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp