એક્ઝિટ પોલ બાદ રાહુલને પૂછાયું, કેટલી સીટ આવશે, તેમણે કહ્યું- સિધુ મૂસેવાલાનું..

PC: twitter.com

એક્ઝિટ પોલ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું હતું કે,  આ એક્ઝિટ પોલ નથી, આ મોદી મીડિયા પોલ છે. આ મોદીજીનો પોલ છે ફેન્ટસી પોલ છે. રિપોર્ટરે સવાલ પૂછ્યો કે INDIA ગઠબંધનની કેટલી સીટ આવી રહી છે, તેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સિધુ મૂસેવાલાનું ગીત સાંભળ્યું છે તમે? 295...295.... ઉલ્લેખનીય છે કે, સિધુ મૂસેવાલાનું 295 સોંગ ખૂબ ફેમસ છે અને રાહુલ ગાંધી કહે છે કે, INDIA ગઠબંધનની 295થી વધુ સીટ આવશે. શનિવારે INDIA ગઠબંધને મીટિંગ બાદ પણ કહ્યું હતું કે, જનતાના એક્ઝિટ પોલમાં INDIA ગઠબંધનની 295થી વધુ સીટ આવી રહી છે.

INDIA ગઠબંધનની બેઠક બાદ ખડગેએ આટલી સીટ જીતવાનો દાવો કર્યો

4 જૂને મતગણતરી થાય તે પહેલાં શનિવારે INDIA ગઠબંધનની બેઠક મળી હતી. બેઠક પછી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક પ્રેસ કોન્ફરસમાં કહ્યું હતું કે, આજે INDIA ગઠબંધનની બેઠક મળી હતી અને અઢી કલાક સુધી ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને 4 જૂને જ્યારે પરિણામો જાહેર થાય ત્યારે કાર્યકરો અને કેડર એલર્ટ રહે તેની ચર્ચા અને સૂચના આપવામાં આવી હતી. કાર્યકરોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સર્ટિફિકેટ હાથમાં આવી ન જાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડવાનું નથી.

ખડગએ દાવો કરતા કહ્યું કે, INDIA ગઠબંધન આ વખતે 295 કરતા વધારે બેઠકો મેળવશે. તેમણે કહ્યું આ અમારો સર્વે નથી જનતાનો સર્વે છે. અમારા નેતાઓને જે ઇનપૂટ મળ્યા છે તેના આધારે અમે આ દાવો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp