રાયબરેલીમાં એવી જીત રાહુલે મેળવી કે માતા સોનિયાને પણ પાછળ છોડી દીધા

PC: x.com/RahulGandhi

ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ પર રાહુલ ગાંધીએ ભવ્ય જીત મેળવી લીધી છે. રિઝલ્ટ પહેલા એવું કહેવાતું હતું કે, આ સીટ પર રાહુલ ગાંધી નહીં જીતી શકે, પણ રાહુલે બધાને ખોટા પાડીને ભવ્ય જીત મેળવી લીધી છે. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ જીતના મામલે સોનિયા ગાંધીને પણ પાછળ છોડી દીધા છે. સોનિયા ગાંધીએ 2019મા 1.67 લાખ મતથી જીત મેળવી હતી. તેમણે ભાજપના ઉમેદવાર સામે જીત મેળવી હતી, પરંતુ રાહુલ ગાંધીએ 4 વાગ્યા સુધીના ઈલેક્શન કમિશનના આંકડા મુજબ 388615 મતોથી આગળ છે. તેમણે ભાજપના દિનેશ સિંહને 3 લાખથી વધુ મતોથી પાછળ છોડી દીધા છે.

ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 7.30 વાગ્યા સુધીમાં ભાજપ 239 અને કોંગ્રેસ 99 સીટ પર આગળ

સાંજે 7 વાગ્યા સુધીનું અપડેટ...

05:42 PM - પશ્ચિમ બંગાળની બેહરામપુર સીટ પર કોંગ્રેસના નેતા અંધીર રંજન ચૌધરીને હરાવી યુસુફ પઠાણ વિજેતા

05:04 PM - જમ્મુ-કાશ્મીરના બંને પુર્વ CM મેહબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહની હાર

03:49 PM - ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 3.45 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપ 11 અને કોંગ્રેસ 12 સીટ પર આગળ, ઉદ્ધવ 10, શરદ પવાર 7 સીટ પર આગળ

03:23 PM - કંગના રણૌતે કહ્યું- અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ

03:22 PM - મેં ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે કોઈ વાત નથી કરીઃ શરદ પવાર

03:09 PM - ગુજરાતમાં વર્ષો બાદ કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરનો વિજય, ગુજરાત કોંગ્રેસની ટ્વીટ

02:24 PM - જો બધું બરાબર રહેશે તો અમે ચોક્કસપણે 295 સુધી પહોંચીશું. ચૂંટણી પંચની વેબસાઇટ પર પરિણામો સમયસર અપલોડ નથી થતા? અમને વિશ્વાસ છે કે અમે સરકાર બનાવવાની સ્થિતિમાં આવીશુંઃ કોંગ્રેસ નેતા પવન ખેડા

01:40 PM - ઉત્તર પ્રદેશમાં ગઠબંધનની આંધી, INDIA ગઠબંધન 45 સીટ પર આગળ, ભાજપ 32 સીટ પર આગળ

01:26 PM - બિહારની પટના સાહિબ બેઠક પરથી ભાજપના રવિશંકર પ્રસાદ 54190 મતોથી આગળ

01:04 PM - ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 1 વાગ્યા સુધીમાં ભાજપ 244 અને કોંગ્રેસ 94 સીટ પર આગળ

12:30 PM - 12.30 સુધીના આંકડા મુજબ NDA 290 સીટ અને INDIA ગઠબંધન 234 સીટ પર આગળ

12:13 PM - શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 5500 પોઈન્ટ્સનો કડાકો

11:48 AM - બારામુલા સીટ પર ઓમર અબદુલ્લાહ 58 હજાર મતથી પાછળ

11:43 AM - ગુજરાતની પાટણ સીટ પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર 17 હજાર મતથી આગળ

11:10 AM - શેરબજારમાં મોટું ગાબડું, સેન્સેક્સમાં 3500 પોઈન્ટ્સનો કડાકો

11:07 AM - આઠમાં રાઉન્ડના ગણતરીના અંતે BJPના મનસુખ વસાવા 74,879 મતોથી આગળ

10:57 AM - પાટણ લોકસભા બેઠકમાં 4 રાઉન્ડના અંતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર 10,842 મતોથી આગળ

10:46 AM - અમેઠીમાં સ્મૃતિ ઈરાની 18576 મતોથી પાછળ

10:22 AM - અમરાવતી સીટ પર ભાજપના ઉમેદવાર નવનીત રાણા પાછળ

09:57 AM - બનાસકાંઠામાં ગેનીબેન 4971 મતથી આગળ, ભાજપના રેખાબેન પાછળ

09:52 AM - મથુરાથી હેમા માલિની આગળ

09:49 AM - મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું મત ગણતરીનું વર્ચ્યુઅલ મોનિટરિંગ કરવા માટે અમારી ટીમો કંટ્રોલ રૂમમાં હાજર છે. અમારી વેબસાઇટને પ્રતિ સેકન્ડ 2 લાખ હિટ્સ મળી રહી છે

09:42 AM - ઉત્તર પ્રદેશમાં NDA 34 સીટો પર, INDIA. ગઠબંધન 43 સીટો પર આગળ

09:40 AM - મેરઠ સીટથી રામાયણ શોના રામ અરૂણ ગોવિલ 6 હજાર મતથી પાછળ

09:37 AM - ચૂંટણી પંચના આંકડા મુજબ વારાણસી સીટ પર PM નરેન્દ્ર મોદી 4998 મતથી પાછળ, કોંગ્રેસના અજય રાય આગળ #ElectionsResults #Khabarchhe #LoksabhaElection2024 #Varanasi

09:27 AM - અમેઠીમાં સ્મૃતિ ઈરાની પાછળ

09:24 AM - અમરેલીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા આગળ

09:18 AM - 9.15 સુધીના આંકડા મુજબ INDIA ગઠબંધન 200 સીટ પાર

09:14 AM - પશ્ચિમ બંગાળમાં ભાજપ 19 અને TMC 17 સીટ પર આગળ

09:12 AM - તામિલનાડુની તિરુનેલવેલી સીટ પર સ્ટ્રોંગ રૂમની ચાવી ખોવાઈ ગઈ

09:09 AM - 9.10 વાગ્યા સુધી 266 પર NDA અને 194 પર INDIA ગઠબંધન આગળ

09:05 AM - ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 9 વાગ્યા સુધીમાં ભાજપ 76 અને કોંગ્રેસ 25 સીટ પર આગળ

08:59 AM - મંડી સીટ પર કંગના રણૌત 1294 મતથી આગળ

08:59 AM - રાજસ્થાનમાં ભાજપ 14 અને કોંગ્રેસ 6 સીટ પર આગળ

08:57 AM - રાજકોટમાં પરસોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ

08:56 AM - બનાસકાંઠા બેઠક પર ગેનીબેન આગળ

08:54 AM - પૂર્વ CM અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે EVM બદલવાની ફરિયાદ કરી

08:50 AM - 8.50 વાગ્યા સુધી 254 પર NDA અને 159 પર INDIA ગઠબંધન આગળ

08:40 AM - ગાંધીનગર સીટથી અમિત શાહ 35 હજાર મતથી આગળ

08:36 AM - નવસારી બેઠક પર સી.આર. પાટીલ 10 હજાર મતથી આગળ

08:32 AM - બહરામપુરથી યુસુફ પઠાણ આગળ, અધીર રંજન ચૌધરી પાછળ

08:31 AM - અમદાવાદમાં મતગણતરી શરૂ

08:28 AM - તિરુવનંતપુરમ સીટથી કોંગ્રેસના શશિ થરૂર આગળ

08:28 AM - કન્નૌજ સીટથી અખિલેશ યાદવ આગળ

08:27 AM - વાયનાડ સીટથી રાહુલ ગાંધી આગળ

08:25 AM - બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે, જેમાં NDA 100 સીટ પર અને INDIA ગઠબંધન 61 સીટ પર આગળ ચાલી રહ્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp