એક્ટર રણદીપ હુડ્ડા જલદી જ રાજનીતિમાં કરશે એન્ટ્રી, આ સીટથી લડી શકે છે ચૂંટણી

PC: prokerala.com

ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થનારાઓની સંખ્યા રોજ વધી રહી છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે બોલિવુડ સ્ટાર રણદીપ હુડ્ડા જલદી જ ભાજપમાં સામેલ થઈ શકે છે. તે ભાજપની ટિકિટ પર હરિયાણાથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. જાણકારોનું કહેવું છે કે, રણદીપ હુડ્ડા રોહતક લોકસભા સીટથી ચૂંટણી લડવા માંગ છે. રણદીપ હુડ્ડા મૂળ રૂપે હરિયાણાના રોહતકનો જ રહેવાસી છે.

રોહતક સીટ પર ભાજપનો છે કબજો:

રોહતક લોકસભા સીટ આ સમયે ભાજપના ખાતામાં છે. અહીથી હાલના સમયમાં અરવિંદ શર્મા સાંસદ છે. તેમણે વર્ષ 2019માં કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડાને હરાવીને પહેલી વખત ભાજપનો પરચમ લહેરાવ્યો હતો. ભાજપને અહી 47 ટકાથી વધુ વોટ મળ્યા હતા. અરવિંદ શર્માને કુલ 573,845 વોટ મળ્યા હતા. હરિયાણાનો રોહતક જિલ્લો પૂર્વ મુખ્યમંત્રી અને સીનિયર કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનો ગઢ છે.

આ સીટ જાટ બહુધા વસ્તીની માનવામાં આવે છે. વર્ષ 2019 અગાઉ રોહતક સીટ કોંગ્રેસના ખાતામાં રહી છે દીપેન્દ્ર હુડ્ડા અને ભૂપેન્દ્ર હુડ્ડા આ સીટથી લોકસભાના સાંસદ બની ચૂક્યા છે. આ વખત પણ કોંગ્રેસ દીપેન્દ્ર હુડ્ડાને ઉમેદવાર બનાવી શકે છે. રોહતકથી કોંગ્રેસને ખૂબ આશાઓ છે. હાલના સમયમાં હરિયાણામાં ભાજપ અને JJPની ગઠબંધનની સરકાર છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ હરિયાણાની બધી 10 સીટો જીતવામાં સફળ થઈ ગઈ હતી.

વર્ષ 2014ની ચૂંટણીમાં કોંગ્રેસ રોહતક સીટ જીતી ગઈ હતી, પરંતુ વર્ષ 2019માં પોતાની સીટ બચાવવામાં નિષ્ફળ રહી. આ સીટ પર હાલમાં ભાજપ દરેક સ્થિતિમાં કબજો કરવા માગશે કેમ કે તેની અસર વિધાનસભા ચૂંટણીમાં પણ નજરે પડશે. આ સીટ જીતીને ભાજપ જનતાને એ સંદેશ આપવાનો પ્રયાસ કરશે કે હુડ્ડા પોતાનું જ ગઢ બચાવી ન શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp