શંકર ચૌધરીના ખાસ અને રેખાબેનના પતિ પણ હાર માટે કારણભૂત

PC: twitter.com

(Dilip Patel) પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સાથે ચાલુ ચૂંટણીમાં રેખાબેનના પતિએ ખરાબ વર્તન કર્યું હતું. ડિટેક્ટરની જેમ વાત કરતા હતા. ચૂંટણી પછી હું જોઈ લઈશ, આવી ધમકી આપવામાં આવી હતી. શંકર ચૌધરીએ પાટીલને ફરિયાદ કરી હતી. જિલ્લા પ્રમુખે અનિકેતને બોલાવીને કહ્યું હતું, પાલનપુરમાં કાયમ ઓછા મત આપે છે એવું અનિકેતે કહેતા મામલો બગડ્યો હતો. હરિ ચૌધરીને વચ્ચે રાખીને પાલનપુર સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી. હરિ ચૌધરીએ ધારાસભ્યની વાતને ટેકો આપ્યો હતો.

એક ધારાસભ્યએ તો ગેનીબેનને રૂ. 10 લાખનું ભંડોળ આપ્યું હતું.

ગેનીબેનની સ્વચ્છ છબી એક ધારાસભ્ય તરીકે રહી છે. તેના પર જૂથ દ્વારા કાદવ ઉછાળવાનો ભરપુર પ્રચાર કરવામાં આવ્યો હતો. ગેનીબેનનો પ્રચાર કરવાનો હળવો અંદાજ લોકોએ પસંદ કર્યો પણ ચૌધરીનો ગંભીર પ્રચાર કામ આવ્યો નહીં.

ઠાકોર સમાજના મહિલા નેતાને મેદાને ઉતારી સમાજને પોતાની તરફ કર્યો હતો. કોંગ્રેસના ઠાકોર ધારાસભ્યો બનાસકાંઠા બેનને જીતાડવા માટે આવ્યા હતા. પણ અલ્પેશ ઠાકોરને શંકર ચૌધરી ભાજપમાં લાવ્યા હોવા છતાં તે પ્રચારમાં જોમ લાવ્યા ન હતા. ભાજપના ઠાકોર સમાજના ધારાસભ્યો અભિમાની નેતાના કારણે દૂર રહ્યાં હતા.

ઠાકોર સમાજનો ઉત્સાહ મતમાં પરિવર્તિત કરવામાં ગેનીબેનને સફળતા મળી પણ ચૌધરી સમાજના મતો મેળવવામાં શંકર ચૌધરી સદંતર નિષ્ફળ રહ્યા હતા. ભાજપના આંતરિક ડખા જ ભાજપ માટે વિલન બની ગયો હતો. લોકો હવે તેમને વિલન માને છે.

બીજી જ્ઞાતિની અને કોમની અવગણના કરીને વારંવાર ચૌધરી સમાજને ટિકિટ આપતા ભાજપને મોટું નુકસાન થયું છે.

અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પક્ષના આંતરિક વિખવાદ અને અસંતોષના કારણે વારંવાર ગુજરાત આવવું પડ્યુ હતુ. આંતરિક વિખવાદ છતાં ભાજપે 26 પૈકીની 25 બેઠકો મેળવી હતી. પણ શંકર ચૌધરીની સામે અસંતોષ જીતી ગયો. બનાસકાંઠામાં અમિત શાહ વિવાદો શાંત કરવામાં નિષ્ફળ રહ્યાં હતા.

શંકર ચૌધરી મૂળ આનંદીબેન પટેલ જૂથના હતા. આનંદીબેન પટેલને મુખ્ય પ્રધાન પદેથી અમિત શાહ અને મોદીએ હાંકી કાઢ્યા બાદ શંકર ચૌધરી હવે માત્ર મોદીના પ્રિય નેતા રહ્યા છે. અમિત શાહ અને શંકર ચૌધરીની વચ્ચે વિવાદો થતાં રહ્યાં છે. બન્ને વચ્ચે બનતું પણ નથી. હારનું કારણ પણ આ એક છે.

 https://khabarchhe.com/uploads/mc_path/17137015631504.jpg

આણંદથી અમિત ચાવડા, વલસાડથી અનંત પટેલ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, સાબરકાંઠાથી ડો. તુષાર ચૌધરી ટક્કર આપી પણ ત્યાં ભાજપે બાજી સુધારી લીધી હતી. બનાસકાંઠામાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપે ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠાથી મહિલા ઉમેદવારોને ચૂંટણીમાં ઉતાર્યા હતા. જેમાં બનાસકાંઠાના રેખાબેન ચૌધરીને બાદ કરતાં ભાવનગરથી પૂર્વ મેયર નીમુ બેન બાંભણિયા, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા વિજયી થયા છે. પણ બનાસકાંઠામાં હાર થઈ છે.

બનાસકાંઠામાં 63 વર્ષ બાદ મહિલા સાંસદ

બનાસકાંઠાની લોકસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે 31,312 વોટના અંતરથી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ બાદ ગેનીબેને બાજી મારતા 63 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે.

1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલા સંસદ મળ્યા હતા. જોકે ગેનીબેનની જીતમાં ખાસ જોઈએ તો ભાજપ શાસિત પાલનપુર અને દીયોદર વિધાનસભા મતવિસ્તારમાંથી સૌથી મોટો ફાયદો થયો. ગુજરાતમાં કુલ 266 ઉમેદવારોમાંથી માત્ર 19 મહિલાઓ ઉમેદવારો હતા. ગેનીબેન ઠાકોરે ડો. રેખાબેન ચૌધરીને 30 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. 2019માં 6 મહિલા સાંસદ, 2014માં 4 મહિલા સાંસદ, 2009માં 4 મહિલા સાંસદ, 2004માં 1 મહિલા સાંસદ ચૂંટાયા હતા. આ વખતે માત્ર 4 મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાઈ છે. જેમાં એક કોંગ્રેસના છે.

વિધાનસભા બેઠક

મતદાન

ગુજરાતમાં 62 ટકા મતદાન થયું હતું. બનાસકાંઠામાં 67.44 ટકા મતદાન થયું હતું. જેમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાં 69.43 ટકા, થરાદમાં 78.70 ટકા,  ધાનેરામાં 67.65, દાંતામાં 71.47 ટકા, વડગામમાં 65.24 ટકા, પાલનપુરમાં 65.00 ટકા, ડિસામાં 65.42 ટકા, દિયોદરમાં 71.11 ટકા મતદાન નોંધાયું હતું. 2019માં આ બેઠક પર 65.03 ટકા મતદાન થયું હતું. જેમાંથી તે સમયે ભાજપના ઉમેદવાર પરબત પટેલને 61.62 અને કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળને 28.20 ટકા મત મળ્યા હતા. પરબત પટેલે 3,68,296 મતની લીડ સાથે જીતી નોંધાવી હતી.

ધારાસભ્યોનો ટેકો નહીં

બનાસ નદી પરથી જે વિસ્તારનું નામ પડેલું છે તે બનાસકાંઠાના લોકસભા બેઠક પર 7 વિધાનસભા મતવિસ્તાર છે. જેમાં 4 ધારાસભ્યો ભાજપના છે. છતાં હાર થઈ છે.

https://khabarchhe.com/uploads/mc_path/1717571521BJP.jpg

કોંગ્રેસ - વાવમાં ગેનીબેન ઠાકર અને દાંતામાં કાંતિ ખરાડી ધારાસભ્યો છે.

ભાજપના - થરાદ - શંકર ચૌધરી, પાલનપુર - ડીસા - પ્રવિણ માળી, દિયોદર - કેશા ચૌહાણ, ધાનેરા - માવજી દેસાઈ - અપક્ષ છે.

ગુજરાત ભાજપે દરેક ધારાસભ્યોને આદેશ આપ્યો હતો કે દરેક ધારાસભ્ય 1 લાખની લીડ મેળવી આપે. તે હિસાબે બનાસકાંઠા લોકસભા બેઠકમાં ધારાસભ્યો નિષ્ફળ રહ્યાં હતા. તેની જવાબદારી કોની?

ગેનીબેન ઠાકોરને પોતાના વિધાનસભા વિસ્તાર વાવમાંથી 1,01,311 વોટ મળ્યા.  ભાજપના રેખાબેન ચૌધરીને 1,02,972 વોટ મળ્યા હતા. આમ પોતાના જ મતવિસ્તારમાં ગેનીબેન પાછળ રહી ગયા હતા. પરંતુ પાલનપુરમાં તેમને 1,05,837 વોટ મળ્યા અને રેખાબેનને 76,687 વોટ મળ્યા હતા. માત્ર પાલનપુરમાં જ ગેનીબેનને 29150 વોટની લીડ મળી. પાલનપુર, દિયોદર, ડીસા અને દીયોદર વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો છે. જ્યાં ગેનીબેનને મત વધારે મળ્યા છે. ધાનેરા, દાતા અને વાવમાં પાછળ હતા. જ્યારે આવી જ રીતે દિયોદરમાં તેમને 98,195 વોટ મળ્યા અને ભાજપને 77,619 વોટ મળ્યા. અહીં પણ કોંગ્રેસને તેમને 20,576 મતનું અંતર છે. જ્યારે કોંગ્રેસની દાંતાની વિધાનસભા બેઠક પર 11 હજાર વોટનું અંતર છે.

દીયોદરમાં ભાજપના ધારાસભ્ય કેશા ઠાકોરને હડધૂત કરવામાં આવી રહ્યા હતા. દીયોદરમાં ઠાકોર સમાજના મતો વધારે છે. પાલનપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલને શંકર ચૌધરી 2022માં ભાજપમાં લાવ્યા હતા. તેથી પક્ષમાં નારાજગી ભાજપને નડી હતી. શશિકાંત પંડ્યા નારાજ હતા.

કોંગ્રેસના માવજી દેસાઈને ધાનેરામાં ભાજપમાં લાવવામાં આવ્યા હતા. તે કારણ છે.

રબારી સમાજના મત પાટીલ સામે નારાજ હતા. તેઓ પણ કોંગ્રેસ તરફ હતા. 

ભાજપથી એવી ક્યાં ભૂલ થઈ ગઈ કે પોતાના જ ગઢમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો? (ક્રમશઃ5)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp