કમલનાથ ભાજપમાં કેમ ન આવ્યા? શિવરાજ સિંહ ચૌહાણનો મોટો ખુલાસો

PC: moneycontrol.com

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મધ્ય પ્રદેશના રાજકીય ગલિયોમાં ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પાર્ટી છોડીને ભાજપમાં જઇ રહ્યા છે. ચર્ચાઓ તો અહી સુધી રહી કે, કમલનાથ સાથે તેમના પુત્ર નકુલનાથ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઇ રહ્યા છે. આ વાત કેટલી સત્ય હતી અને એ સમયે શું એવું થયું કે આ પ્રકારના સમાચારો આવ્યા. તેને લઈને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખૂલીને વાત કરી. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, 'અમે કોઈ પ્રયાસ ન કર્યો. એટલું જરૂર છે કે આ વાત તેજીથી ફેલાઈ.

કમલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવા માગે છે. તૈયારી પણ થઈ ગઈ. ચારેય તરફ હવા ફેલાઈ ગઈ, પરંતુ ખબર નહીં પછી શું થયું. તેનાથી કમલનાથની વિશ્વસનીયતા પૂરી રીતે સમાપ્ત થઈ ગઈ. હવે તો કોંગ્રેસી પણ તેમના પર ભરોસો કરતા નથી. જેમ મેં કહ્યું કે, ભાજપ દેશની સેવાનો એક આંદોલન અને અભિયાન છે. જો કોઈ તેમાં સામેલ થવા માગે છે તો તેનું સ્વાગત છે. આપણે એમ કેમ કરી શકીએ છીએ કે આજે જેટલા લોકો ભાજપમાં છે એટલા જ રહેશે. બાકી કોઈ ભાજપમાં નહીં આવે.

એ સિવાય શિવરાજ સિંહ ચૌહાણે લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતને લઈને પણ મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે, આ વખત ભાજપ પોતાના દમ પર 370 થી વધુ સીટો આવશે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને મોટો ઝટકો લાગી શકે છે. કમલનાથના નજીકના રહેલા પૂર્વ મંત્રી દીપક સક્સેના ભાજપમાં સામેલ થઈ શકે છે. 2018માં દીપક સક્સેનાએ કોંગ્રેસ નેતા કમલનાથ માટે ધારાસભ્યનું પદ છોડ્યું હતું. બંને લગભગ 45 વર્ષથી એક બીજા સાથે વર્ષથી એક-બીજા સાથે રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp