વારાણસી કેમ રદ્દ થયું શ્યામ રંગીલાનું નામાંકન, કોમેડિયને બતાવ્યું કારણ

PC: news.abplive.com

વારાણસીથી લોકસભાની ચૂંટણી લડવા માટે ફોર્મ ભરનાર કોમેડિયન શ્યામ રંગીલાને જોરદાર ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે નામાંકન પત્રોની તપાસ દરમિયાન કોમેડિયન શ્યામ રંગીલા સહિત 32 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરી દીધા છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કુલ 7 ઉમેદવાર જ રહી ગયા છે. તેમાં કોંગ્રેસ, BSPના ઉમેદવાર સામેલ છે. શ્યામ રંગીલાનું નામાંકન રદ્દ થયા બાદ તે ખૂબ નિરાશ નજરે પડ્યો. તેણે સોશિયલ મીડિયા પર નામાંકન રદ્દ થવાનું કારણ બતાવતા કહ્યું કે, DMએ જણાવ્યું કે મેં શપથ લીધા નહોતા.

નામાંકન રદ્દ થયા બાદ કોમેડિયન શ્યામ રંગીલાએ કહ્યું કે, કાલે ખૂબ ખુશી હતી, લોકતંત્ર પર ભરોસો હતો, પરંતુ 24 કલાકમાં જેમ રમતમાં રોમાન્સ હોય છે, એવી જ રીતે ચૂંટણી પંચે આ ચૂંટણીને વારાણસીમાં રમત બનાવીને રાખી દીધી છે. મારું નોમિનેશન રિજેક્ટ કરી દેવામાં આવ્યું છે. જ્યારે લેવું નહોતું તો લોકો સામે નાટક શા માટે કર્યું હતું? ડોક્યુમેન્ટ, પ્રસ્તાવકથી લઈને બધું જ હતું. આજે DMએ જણાવ્યું કે, તમારા ડોક્યુમેન્ટમાં કમી છે. તમે શપથ ન લીધા. જો 25-27 લોકો ગયા હતા, મોદીજી સિવાય કોઈને શપથ અપાવવામાં આવ્યું નહોતું.

અમારી સાથે વકીલોને ન મોકલવામાં આવ્યા. માત્ર એકલાને બોલાવ્યો. કારણ બતાવ્યું કે તમે શપથ લીધા નથી. મેં કહ્યું કે, તમે શપથ ન અપાવ્યા, તો તેમણે કહ્યું કે, એ અમારું કામ નથી. શ્યામ રંગીલાએ વીડિયોમાં આગળ કહ્યું કે, અમે રાત્રે એફિડેવિટ બનાવી અને 10 વાગ્યે રાત્રે DMની ઓફિસ પહોંચ્યા. ત્યાં DM સાહેબે કહ્યું કે, તેઓ અહી કેવી રીતે પહોંચી ગયા. શું પિકનિક સ્પોટ છે? અમારી વાત સાંભળવા પહેલા પોલીસકર્મીઓને કહ્યું કે, નોકરી જતી રહેશે તમારી, એમને બહાર કાઢો.

કોમેડિયને કહ્યું કે, હું વર્ષ 2014માં સપોર્ટ કરતો હતો, પરંતુ પછી વસ્તુઓ બદલાતી નજરે પડી. બપોરે 3:00 વાગ્યા બાદ પોલીસકર્મી વધારે આવવા લાગ્યા. 4:00 વાગ્યાની આસપાસ ચારેય તરફથી ઘેરી લીધો. મારામારી થતા જોવા મળી. મેં આજે લોકતંત્રની હત્યા જોઈ. મેં DM સાહેબને બહાર નીકળતા એક જ વાત કહી કે ખૂબ ખૂબ આભાર તમારો. વારાણસીની ગલીઓ, અહીંયા લોકોનો ખૂબ ખૂબ આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp